ખોડલધામના ચેરમેન - CM વચ્ચે વાતચીત:સપ્તાહમાં પાસના કેસ અંગે નિર્ણય લેવા ખાતરી આપી

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટીદાર અ્નામત આંદોલનના એટલે કે પાસના નેતાઓની બેઠક રવિવારે અમદાવાદમાં મળી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને મુખ્યમંત્રી વચ્ચે વાતચીત થઇ હતી. જેમાં એક અઠવાડિયામાં પાસના નેતાઓ સામે કરાયેલા પોલીસ કેસ બાબતે નિર્ણય જાહેર કરવાની ખાતરી આપી હતી. આ ખાતરીના પગલે પાસના નેતાઓએ તા. 22મી માર્ચ સુધી આંદોલનના કાર્યક્રમો મોકુફ રાખવાની જાહેરાત કરી છે.

પાસના કન્વીનર જયેશ પટેલે ક્હયું હતું કે,મુખ્યમંત્રી અને નરેશ પટેલ વચ્ચેની વાતચીત પ્રમાણે રાજય સરકાર એક અઠવાડિયામાં પાસના નેતાઓ સામેના કેસ બાબતે નિર્ણય જાહેર કરશે. આ નિર્ણયના આધારે પાસની બેઠકમાં એવું નક્કી થયું હતું કે, ધારાસભ્યો,સાંસદોને પાસના નેતાઓ સામેના પોલીસ કેસ પરત ખેંચવાની બાબતનું જે આવેદન આપવાનો કાર્યક્રમ છે તે તા. 23મી સુધી મોકુફ રાખવો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજય સરકાર કેસ પરત ખેંચવાની જાહેરાત નહીં કરે તો આંદોલન થશે.

અન્ય સમાચારો પણ છે...