તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંચ લેતા અધિકારી:ગાંધીનગરના સેકટર 2 માં રહેતા GST ઇન્સ્પેકટર 3 હજારની લાંચ લેતા એસીબીની ઝાળમાં ફસાયા

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેપની ગંધ આવી જતાં ફરિયાદી - હેડ કોન્સ્ટેબલને અડફેટે લઈ કારમાં ફરાર
  • ફરિયાદીને GST નંબર આપવા માટે ચાર હજાર લાંચ માંગી હતી
  • વીસત પેટ્રોલપંપ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું

ગાંધીનગરના સેકટર 2 ખાતે રહેતા અને અમદાવાદના લાલ દરવાજા બહુમાળી ભવન GST કચેરીમાં ફરજ બજાવતા GST ઈન્સ્પેક્ટર 3 હજાર રૂપિયાની લાંચની રકમ લેતા એસીબીના છટકામાં આબાદ રીતે ફસાઈ ગયા છે. ઇન્સ્પેકટરે GST નંબર આપવા ફરિયાદી પાસે ચાર હજારની લાંચ માંગતા એસીબીએ વીસત પેટ્રોલ પમ્પ નજીક લાંચનું છટકું ગોઠવ્યું હતું. પરંતુ લાંચ લીધા પછી એસીબીની ટ્રેપ ગોઠવાયાની ગંધ આવી જતાં ફરિયાદી - હેડ કોન્સ્ટેબલને હડફેટે લઈ GST ઈન્સ્પેક્ટર કારમાં નાસી જતાં સ્થાનિક પોલીસ મથકમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના સેકટર 2/A પ્લોટ નંબર 1247/1માં રહેતા પરેશભાઇ જગદિશભાઇ પ્રિયદર્શની અમદાવાદ લાલ દરવાજા બહુમાળી ભવન માં આવેલ GST વિભાગ ઘટક 7 માં GST ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ત્યારે ફરિયાદીએ નવી સીકયુરીટી એજન્સી ખોલવા સરકારના જુદા જુદા વિભાગોમાંથી પરવાનો લીધા પછી જી.એસ.ટી. નંબર મેળવવા ઉક્ત કચેરીમાં અરજી કરી હતી

જી.એસ.ટી. ઈન્સપેકટર પરેશભાઈ ફરીયાદીની ઓફિસે જઈ, સ્થળ તપાસણી કરી કરી હતી. અને ફરીયાદી પાસે રૂા.4 હજાર લાંચની માંગણી કરી હતી. અને લાંબી રકઝકના અંતે રૂપીયા રૂ. 3 હજાર લાંચ આપવા GST ઇન્સ્પેકટર પરેશ ભાઈ એ માંગી હતી.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી કચેરીમાં ફરિયાદ કરી હતી. જે અન્વયે એસીબીના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવિઝન હેઠળ પીઆઈ કે.કે.ડીંડોડ દ્વારા વીસત પેટ્રોલ પંપ પાસે લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારે GST ઈન્સ્પેક્ટર પરેશભાઈ પોતાની હોન્ડા WR-V GJ-18-BG-8512 માં લાંચ ની રકમ રકમ સ્વીકારતા જ ફરિયાદીએ ઈશારો કર્યો હતો. અને એ.સી.બી. ટીમના સભ્યો આવી ગયા હતા. એસીબીની ટ્રેપ ગોઠવાઈ હોવાનો ખ્યાલ આવી જતાં પરેશભાઈએ કાર હંકારી મુકી હતી. ફરીયાદીને ગંભીર ઈજાઓ પહોચાડી તેમજ હે.કો. વિરલભાઈને પણ ઈજાઓ પહોચાડી લાંચની રકમ પોતાની સાથે ગાડીમાં લઇ જઇ પુરાવાનો નાશ કરી ભાગી ગયા હતા. જે સંદર્ભે ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...