અધિકારીઓ દોડતા થયા:દહેગામના શીયાવાડા ગામમાં યુવતીની છેડતી મુદ્દે જુથ અથડામણ, રાવળ સમાજના 20 પરિવારોની હિજરત

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે કોમ વચ્ચે બબાલ થતાં ગભરાયેલા 20થી વધુ પરિવારજનો ગામ છોડીને ચાલ્યા ગયા
  • પોલીસે ઠાકોર અને રાવળ સમાજ વચ્ચે સમાધાન કરાવી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
  • આજે સમાજના લોકો કલેક્ટર કચેરી દોડી આવ્યાં

રાજ્યના પાટનગર ગાંધીનગરનાં દહેગામના શીયાવાડા ગામમાં યુવતીની છેડતી મુદ્દે બે જુથ વચ્ચેની અથડામણ પછી રાવળ સમાજના 20 પરિવારના બસ્સોથી અઢીસો લોકોએ ગામમાંથી હિજરત કરી લેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા બંને ઠાકોર અને રાવળ સમાજ વચ્ચે સમાધાન કરાવી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવા છતાં ડરી ભયના ઓથાર હેઠળ જીવતા રાવળ સમાજના અમુક ચાલીસથી વધુ લોકો આજે કલેક્ટર કચેરીએ આવી સુરક્ષાની માંગણી કરવામાં આવી હતી.

દહેગામના શીયાવાડા ગામમાં યુવતીની છેડતી મુદ્દે બે જૂથની અથડામણ બાદ 20 જેટલા પરિવારોએ હિજરત લેતા ચકચાર મચી જવા પામી છે. એક સમાજના 20થી વધુ પરિવારો ગામ છોડીને જતા રહ્યા છે. બે જૂથ વચ્ચે થયેલા ઝઘડાના કારણે લોકોને ગામ છોડવું પડ્યું છે. ઘટનાને પગલે 20 પરિવારોએ હિજરત કરતા પ્રાંત અધિકારી અને દહેગામ પોલીસ મથકના પીઆઈ જે.કે. રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામની મુલાકાતે પહોંચ્યા હતા.

રાજ્યના પાટનગર ગાંધીનગરના દહેગામ તાલુકાના શીયાવાડા ગામની ઘટનાના પડઘાં પડતા અધિકારીઓ દોડતા થયા હતા. યુવતીની છેડતી મામલે બે કોમ વચ્ચે બબાલ થતાં ગભરાયેલા 20થી વધુ પરિવારજનો ગામ છોડીને ચાલ્યા જતાં બંને સમાજના આગેવાનો સાથે બેઠક કરીને તંત્ર અને પોલીસે સમાધાન કરાવ્યું હોવાની માહિતી પણ સામે આવી છે. તેમજ દઈએ અધિકારીઓએ ગામ છોડીને જતા રહેલા પરિવારજનોને પરત આવવા સમાજાવ્યા હતા.

શિયાવાડામાં જે પ્રકારની ઘટના બની એ બાદ અમુક ગ્રામજનો કલેક્ટર ઓફીસ આવ્યા હતા. જેનાં પગલે હાલમાં પણ ગામમાં ડરનો માહોલ યથાવત લાગી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમને ગામના માથાભારે માણસ સાથે જૂની અદાવત હતી. જેથી તેમના પર માથાભારે તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે મામલતદાર ઓફીસથી સમાધાન થયું હોવાનું ગ્રામના એક વ્યક્તિએ જણાવ્યું. આ બાદ પણ હુમલા થયાનું પણ ગ્રામજન કહી રહ્યા છે.

નામ ન આપવાની શરતે એક વ્યક્તિએ જણાવ્યું કે, એક સમાજની માતા અને બહેનો અસુરક્ષિત રહે છે. અસામાજિક તત્વો તેમના પર હુમલો કરતા હોય છે. તો ગઈકાલે 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ અમુક તત્વો મારવાની અને ઘર સળગાવવાની ધમકી આપતા હોવાનું પણ એક વ્યક્તિએ નિવેદન આપ્યું છે. સોમવારે પ્રાંત અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આ ગામમાં આવ્યા હતા. ત્યારે અધિકારીઓએ ગામમાં બે સમાજના આગેવાનોની સાથે બેઠક કરી હતી.

બેઠક બાદ સમાધાન પણ કરાવ્યું હતું. ઉપરાંત આગામી સમયમાં પણ આ મામલે કોઇ જ માથાકુટ નહીં થાય તેવી બાંહધરી પણ સમાજના અગ્રણીઓએ આપી હતી.આ હુમલાના ડરમાં એક સમાજ અને કુટુંબના લોકોએ ગામમાંથી હિજરત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અદાવતના ડરમાં 200 થી 250 લોકો ગામ બાર રહેતા હોવાનું એક યુવાને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...