તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાન્ટ:પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિને પશુચિકિત્સા અધિકારી વાહન અને મકાન માટે ગ્રાન્ટ ફાળવાશે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી. - Divya Bhaskar
ગાંધીનગરમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી.
  • પ્રાણી કલ્યાણ બોર્ડના મદદનીશ પશુપાલન નિયામકે સમિતિને ગ્રાન્ટ આપવાનું જણાવ્યું

પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિને આઉટસોર્સિંગથી પશુચિકિત્સા અધિકારી અને વાહન રાખવાની તેમજ મકાન માટે જરૂરી ગ્રાન્ટ આપવાની માંગણી મળેલી બેઠકમાં કરાઈ હતી. જેમાં ઉપસ્થિત પ્રાણી કલ્યાણ બોર્ડના મદદનીશ પશુપાલન નિયામકે સમિતિને ગ્રાન્ટ આપવાનું જણાવ્યું છે.

પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ગાંધીનગર અને 1962-કરૂણા એમ્બ્યુલન્સની સમીક્ષા બેઠક બુધવારે કલેક્ટર ડો.કુલદીપ આર્ય અને જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તેમાં વર્ષ-2020-21ના હિસાબો રજૂ કરાયા હતા. ત્યારબાદ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિમાં આઉટસોર્સિંગથી પશુચિકિત્સા અધિકારી અને વાહન રાખવા બાબતે ઓથોરાઇઝડ પર્સનની નિમણુંક કરવાની માંગણી કરી હતી. ઉપરાંત સમિતિ માટે મકાનની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. સમિતિને મકાન, વાહન અને પશુચિકિત્સા અધિકારીની નિમણૂંક અંગે જરૂરી ગ્રાન્ટ આપવાનું રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડના મદદનીશ પશુપાલન નિયામકે જણાવ્યું છે. બેઠકમાં ઉપસ્થિત સભ્ય દ્વારા શહેરી વિસ્તારમાંથી પશુઓને પકડતી વખતે માનવીય અભિગમ દાખવવા તેમજ કૃરતા નિવારણ માટે જરૂરી કાર્યવાહી કરવાની પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય પંકજભાઇ બૂચે રજૂઆત કરી હતી.

આથી બેઠકમાં ઉપસ્થિત કલેક્ટરે મહાનગર પાલિકાના ઉપસ્થિત અધિકારીઓને પ્રાણી અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરવાની સૂચના આપી છે. વધુમાં મનપા વિસ્તારમાં પકડવામાં આવતા પશુઓને ઢોર-ડબ્બામાં પશુઓ માટે રહેઠાણ અને ખોરાક તેમજ પાણીની જરૂરી સુવિધા ઉપલબ્ધ રહે તે માટેની પણ બેઠકમાં રજૂઆત કરી હતી. જેને પરિણામે જિલ્લા કલેક્ટરે આ મામલે જોઇન્ટ કમિટીની રચના કરીને વખોત વખત પશુઓને રાખવાના ઢોર-ડબ્બાની મુલાકાત લઇને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...