• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Granted Schools Will Not Reduce The Number Of Students Even If The Number Of Students Is Less, The Concession Given To The Number Of Students Per Class Will Be Applicable.

જાહેરાત:ગ્રાન્ટેડ શાળાઓમાં છાત્રોની સંખ્યા ઓછી હોય તો પણ વર્ગ ઘટાડો નહીં, વર્ગદીઠ છાત્રોની સંખ્યામાં અપાયેલી છૂટછાટ અમલી રહેશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત સરકારે ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં ધોરણ 9થી 12માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવાં કિસ્સામાં વર્ગ ઘટાડો કરવો નહીં તે મુજબનો આદેશ તમામ જિલ્લા શિક્ષણાધિકારીને કર્યો છે. કોરોનાને કારણે વર્ગોમાં વિદ્યાર્થીઓની લઘુત્તમ સંખ્યામાં અપાયેલી છૂટછાટ હજુ પણ અમલી રહેશે તે મુજબનો નિર્ણય રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કર્યો છે.

અગાઉ વર્ગદીઠ શહેરી વિસ્તારની અનુદાનિત શાળાઓમાં લઘુત્તમ 36 છાત્રોને બદલે 25 છાત્રોને 1 કરતાં વધુ વર્ગ કરવા પડે તેમ હોય તો પહેલાં વર્ગમાં 60 અને અન્ય વધારાના વર્ગ માટે 36 વિદ્યાર્થીઓને બદલે પહેલા વર્ગ માટે 42 અને વધારાના વર્ગ માટે 25 વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરી હતી.જ્યારેે ગ્રામ્ય વિસ્તારોમાં એક જ ધોરણના પ્રથમ વર્ગ માટે લઘુત્તમ 24ને બદલે 18 વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થી વધતાં વર્ગ વધારવા પડે તો પ્રથમ વર્ગમાં 60 અને પછીના વધારાના વર્ગમાં 24 વિદ્યાર્થીને બદલે પ્રથમ વર્ગમાં 42 અને વધારાના વર્ગમાં 18 વિદ્યાર્થીઓ સાથે વર્ગ ચાલું રાખવાની મંજૂરી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...