તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોમાં આક્રોશ:ગ્રાન્ટેડ, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો સળંગ નોકરીના લાભથી વંચિત

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે વર્ષથી સાતમા પગારપંચના એરિયર્સના હપતા નહીં ચૂકવાતાં શિક્ષકો દ્વારા આંદોલનની ચીમકી અપાઈ

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવામાં આવતી નથી. ઉપરાંત સાતમા પગારપંચના એરિયર્સ હપ્તાથી ચુકવવાની વાત કરી હોવા છતાં છેલ્લા બે વર્ષથી એકપણ હપ્તો ચુકવવામાં નહી આવતા શિક્ષકોમાં રોષ ઉઠ્યો છે. શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલની માંગણી સાથે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત કરી છે.

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને તેનાથી વંચિત રાખવામાં આવ્યા છે. શિક્ષકોને સળંગ નોકરીના લાભની માંગણી સાથે રાજ્યભરના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોએ ગત વર્ષ-2019માં ધોરણ-10 અને 12ની પરીક્ષાની કામગીરીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. જોકે સળંગ નોકરીનો લાભ આપવાનું આશ્વાસન આપીને શિક્ષકોને મનાવી લીધા હતા. પરંતું તેને બે વર્ષનો સમય થવા છતાં હજુ સુધી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સળંગ નોકરીનો આદેશ નહી કરાતા શિક્ષકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ઉપરાંત સરકાર દ્વારા સાતમા પગારપંચના એરિયર્સ હપ્તાથી ચુકવવાનો આદેશ કર્યો હતો.

પરંતુ બે વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી એરિયર્સનો એકપણ હપ્તો ચુકવવામાં આવ્યો નથી. જ્યારે સરકારી કર્મચારીઓને ત્રણ ત્રણ હપ્તા ચુકવીને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને જ અન્યાય કરવામાં અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ શિક્ષકોએમાં ઉઠ્યો છે. શિક્ષકોની માંગણી નહી ઉકેલાય તો મે-2021ની ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા પહેલાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો