તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Granted Colleges Will Not Be Included In The Private University, A Decision In Two Days; 5,000 Employees Of 356 Granted Colleges Will Get Relief

વિધાનસભામાં કાર્યવાહી:ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવાશે નહીં, બે દિવસમાં નિર્ણય; 356 ગ્રાન્ટેડ કોલેજોના 5 હજાર કર્મચારીને રાહત મળશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભામાં 4 વિધેયક લવાશે, અધ્યાપકોના આંદોલનનો અંત

ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટૂંકું ચોમાસુ સત્ર આગામી 27 અને 28મી નવેમ્બરે યોજાશે. બે દિવસના સત્રમાં ચાર વિધેયકો લવાશે જ્યારે દેશની આઝાદીના 75મા વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ સંકલ્પ પણ રાજ્ય સરકાર લાવશે. રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાના નિર્ણયનો લાંબા સમયથી ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે હવે આ નિર્ણય આગામી બે દિવસમાં પાછો ખેંચવાનું નક્કી કર્યું છે. આ માટે આગામી વિધાનસભાના ચોમાસું સત્રમાં ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીના એફિલીએશનમાંથી દૂર કરવાની જોગવાઇ કરતું પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા બિલ પણ રજૂ કરવામાં આવશે. કેબિનેટમાં આજે આ વિધેયકના ડ્રાફ્ટને મંજૂરી અપાઇ છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે કેબિનેટ બેઠકમાં વિધાનસભા સત્ર માટે રાજ્યપાલને ભલામણ કરવાનો નિર્ણય લેવાયો છે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના 18 જેટલા પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. મેડિકલ કોલેજોમાં એનઆરઆઇ પ્રવેશ માટેનું ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોલેજીસ એન્ડ ઇન્સ્ટિટ્યૂશન સુધારા વિધેયક, જીએસટી વિધેયક, ગ્રાન્ટ ઇન કોલેજોને પ્રાઇવેટ યુનિવર્સીટીના એફીલીએશનમાંથી દુર કરવા માટેનું પ્રાઇવેટ યુનિવર્સિટી એમેન્ડમેન્ટ બિલ લવાશે જ્યારે પાર્ટનરશીપ એક્ટમાં રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન અરજીની જોગવાઇ કરતું વિધેયક રજૂ કરાશે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં યોજાઇ રહેલા વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ પણ પાણીની અછત, કોરોનામાં લોકોને પડેલી હાડમારી, વાવાઝોડાની અપૂરતી સહાય અને ખેંચાયેલા વરસાદ મુદ્દે જેવા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

ગ્રાન્ટેડ કોલેજો અને ખાનગી યુનિ.નો વિવાદ
ગ્રાન્ટ ઇન કોલેજોને પ્રાઇવેટ યુનિવર્સીટીના એફીલીએશનમાંથી દુર કરવા માટેનું પ્રાઇવેટ યુનિવર્સિટી એમેન્ડમેન્ટ બિલ અગાઉ મળેલા વિધાનસભા સત્રમાં લાવવામાં આવ્યું હતુ. આ બીલના કારણે રાજ્યની 356 ગ્રાન્ટેડ કોલેજોને સંલગ્ન ખાનગી યુનિવર્સિટીમાં ફરજિયાત જોડાવવાની જોગવાઈ મળી હતી. જેના કારણે સુરતની વનિતા વિશ્રામ અને સાર્વજનીક કોલેજને વિર નર્મદ યુનિવર્સિટીએ જોડાણમાંથી મુક્ત કરીને સંલગ્ન ખાનગી યુનિવર્સિટીમાં જોડાવવાની તાકિદ કરી હતી, જેના પગલે વિવાદ ઊભો થતાં અધ્યાપકો સહિતના કર્મચારીઓએ આંદોલન કર્યું હતું. આ સાથે અધ્યાપક મહામંડળ અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ એશોસિયેશને ઝુંકાવતા છેવટે સરકારને વિધેયક પાછું ખેચવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...