ભાસ્કર એક્સક્લૂસિવ:ભાજપના ગ્રામ્ય વિસ્તારના 76 ધારાસભ્યની ગ્રાન્ટ મંજૂર, કોંગ્રેસના 31 પૈકી 23ની મંજૂર ના થઈ

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દિનેશ જોષી
  • કૉપી લિંક
  • કોંગ્રેસના 31 ધારાસભ્યને રૂ. 20 કરોડ ગ્રાન્ટ મળવી જોઈએ
  • પરંતુ 8ને અમુક ટકા ફાળવાઈ, જ્યારે 23ને કશું જ નહીં
  • ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોને દર નાણાકીય વર્ષે નોન-પ્લાન રસ્તા બનાવવા રૂપિયા 20 કરોડ ગ્રાન્ટ ફાળવાય છે

સર્વસમાવેશક વિકાસના દાવા કરતી ગુજરાત સરકારનો વિકાસ કેટલો પૂર્વગ્રહયુક્ત છે એની માહિતી નોન-પ્લાન રસ્તા મંજૂર કરવાની બાબતમાંથી બહાર આવી છે. રાજ્યના દરેક ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોને દર નાણાકીય વર્ષે રૂ. 20 કરોડની નોન-પ્લાન રસ્તા માટેની ગ્રાન્ટ આપવામાં આવે છે.

8 ધારાસભ્યની અમુક ટકા ગ્રાન્ટ મંજૂર
આ ગ્રાન્ટમાં ભાજપના ગ્રામ્ય વિસ્તારના તમામ ધારાસભ્યોને ગ્રાન્ટ મળી ગઇ છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોને આ મુદ્દે ગુરુવારે 13મી ઓક્ટોબરે સવાલ કરતાં માલૂમ પડ્યું હતું કે કોંગ્રેસના 63 પૈકી શહેરી વિસ્તારના 4 બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારના 59 ધારાસભ્ય થાય છે. આ 59માંથી 8 ધારાસભ્યની અમુક ટકા ગ્રાન્ટ મંજૂર થઈ છે, જ્યારે 23 ધારાસભ્યની 20 કરોડમાંથી એકપણ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ નથી. ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના કાચા રસ્તા પાકા કરાવી શકે એ માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોના વિસ્તારમાં ગ્રાન્ટ જ મંજૂર ના કરાતાં ચૂંટણી સમયે કઇ રીતે રસ્તા પાકા કરવા એવી મૂંઝવણ ધારાસભ્યોમાં વ્યાપી ગઈ છે.

અમિત ચાવડા, પરેશ ધાનાણી, મેવાણીને એક રૂપિયો પણ નહીં

ક્રમબેઠકધારાસભ્યકેટલી રકમ બાકી
1રાપરસંતોક અરેઠિયારૂ. 20 કરોડ બાકી
2દાંતાકાન્તિ ખરાડી

MLAની માગ કરતાં અલગ

રસ્તાની ગ્રાન્ટ આપી

3દિયોદરશિવા ભૂરિયા8 કરોડ બાકી
4રાધનપુરરઘુ દેસાઈ20 કરોડ બાકી
5બેચરાજીભરત ઠાકોર20 કરોડ બાકી
6માણસાસુરેશ પટેલ

MLAની માગ કરતાં અલગ

રસ્તાની ગ્રાન્ટ આપી

7વિરમગામલાખા ભરવાડ16 કરોડ બાકી
8ચોટીલાઋત્વિક મકવાણા20 કરોડ બાકી
9ટંકારાલલિત કગથરા20 કરોડ બાકી
10વાકાનેરમોહમંદ પીરજાદા20 કરોડ બાકી
11ધોરાજીલલિત વસોયા6 કરોડ બાકી
12કાલાવડપ્રવીણ મૂછડિયા20 કરોડ બાકી
13ખંભાળિયાવિક્રમ માડમ20 કરોડ બાકી
14જૂનાગઢભીખા જોષી11.50 કરોડ બાકી
15તાલાલાભગવાન બારડ7 કરોડ બાકી
16કોડીનારમોહન વાળા20 કરોડ બાકી
17અમરેલીપરેશ ધાનાણી20 કરોડ બાકી
18સાવરકુંડલાપ્રતાપ દૂધાત20 કરોડ બાકી
19બોરસદરાજેન્દ્ર પરમાર20 કરોડ બાકી
20આંકલાવઅમિત ચાવડા20 કરોડ બાકી
21મહુધાઇન્દ્રજિત ઠાકોર20 કરોડ બાકી
22ઠાસરાકાંતિ પરમાર20 કરોડ બાકી
23દાહોદવજેસિંહ પાંડા20 કરોડ બાકી
24પાંદ્રાજશપાલસિંહ ઠાકોર20 કરોડ બાકી
25નાંદોદપી.ડી.વસાવા20 કરોડ બાકી
26જંબુસરસંજય સોલંકી20 કરોડ બાકી
27માંડવીઆનંદ ચૌધરી20 કરોડ બાકી
28વ્યારાપુના ગામીત20 કરોડ બાકી
29નિઝરસુનીલ ગામીત10 કરોડ બાકી
30વાંસદાઅનંત પટેલ20 કરોડ બાકી
31વડગામજિજ્ઞેશ મેવાણી20 કરોડ બાકી

અન્યાય કર્યો નથી, દરેક MLAના વિસ્તારમાં ગ્રાન્ટ આપી છે

કોંગ્રેસના કોઈ ધારાસભ્યને અન્યાય કર્યો નથી, દરેક ધારાસભ્યને ગ્રાન્ટ આપી છે. તેમના વિસ્તારમાં રોડ-રસ્તા ન બનાવ્યાની વાત જ નથી. દરેક વિસ્તારમાં રોડ-રસ્તા બનાવ્યા છે. બજેટની મર્યાદાને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોને રોડ-રસ્તાની ગ્રાન્ટ ફાળવાઇ છે. - જગદીશ પંચાલ,રાજ્યકક્ષાના માર્ગ-મકાનમંત્રી.

ગ્રામ્ય વિસ્તારના કયા પક્ષના કેટલા ધારાસભ્ય

ભાજપ76
કોંગ્રેસ59
બીટીપી2

ધારાસભ્યોનું કહેવું એવું છે કે રસ્તાનું રાજકારણ છે, ભાજપ સંગઠન કહે એ રસ્તા મંજૂર, અમે કહીએ એ નામંજૂર
કોંગ્રેસના ધારાસભ્યોનું કહેવું છે કે સરકાર રસ્તાની ગ્રાન્ટ આપે છે તોપણ ભાજપનું સ્થાનિક સંગઠન જે રસ્તા બનાવવા દરખાસ્ત કરે છે એ જ મંજૂર થાય છે. અમારી માગણી પ્રમાણેના રસ્તા માટે ગ્રાન્ટ અપાતી નથી. છેવટે જે વિસ્તારમાં તાત્કાલિક માર્ગની જરૂરિયાત હોય ત્યાં એ બની શકતા જ નથી. બાદમાં એની અસર ચૂંટણી પરિણામો પર પણ પડી શકે છે એવું રાજકીય નિષ્ણાતોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...