દાદી-પૌત્રની અંતિમયાત્રા એકસાથે:પૌત્રના મૃત્યુના સમાચાર મળ્યાના 5 કલાકે દાદીને આઘાતમાં હાર્ટ-એટેક આવતાં મોત

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક પૌત્ર પૃથ્વીની તસવીર. - Divya Bhaskar
મૃતક પૌત્ર પૃથ્વીની તસવીર.
  • મુંબઈથી અંતિમવાર પૌત્રનું મોઢું જોવા આવ્યાં હતાં
  • મુંબઈમાં નાના દીકરાના ઘરે ગયેલાં દાદીએ ગાંધીનગર આવી પૌત્રનું મોઢું જોયા બાદ હાર્ટ-એટેક આવતાં મૃત્યુ થયું

પાટનગરમાં રહેતા પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યાના થોડા જ કલાકોમાં દાદીનું પણ અવસાન થયું હતું. મુંબઇમાં નાના દીકરાના ઘરે રહેવા ગયેલા 72 વર્ષીય વૃદ્ધાને ગાંધીનગરમાં રહેતા મોટા દીકરાના દીકરા અને દાદીના પૌત્રનું અકસ્માતમાં મોત થયું હતું. આ બનાવની જાણ મુંબઇમાં કરવામાં આવી હતી. એને લઇને દાદી ગાંધીનગર આવ્યાં હતાં અને પૌત્રનું મોઢું જોયા બાદ એટેક આવતાં તેમનું અવસાન થયું હતું.

શહેરમાં સેક્ટર 22 વાસ્તુ નિર્માણ સોસાયટીના પ્લોટ નંબર 747/5મા રહેતા કિશન ઓમકારભાઇ ખેરનારના 18 વર્ષીય દીકરા પૃથ્વીનું ગઇકાલે ચ-6 સર્કલ પાસે એક્ટિવા સ્લિપ થઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ તેનું મોત થયું હતું. આ બનાવની જાણ પરિવારજનોએ તેમનાં સગાંસબંધીઓને કરી હતી, જેમાં મુંબઇ રહેતા પૃથ્વીના કાકાને પણ કરવામા આવી હતી.

બે મહિના પહેલાં ગાંધીનગરથી મુંબઇ નાના દીકરાના ઘરે રહેવા ગયેલાં 72 વર્ષીય લીલાબેન ઓમકારભાઇ ખેરનારને પણ તેમના પૌત્રના અવસાનના સમાચાર આપ્યા હતા. એને લઇને મૃતક પૃથ્વીનાં દાદી લીલાબેન નાના દીકરા સાથે ગાંધીનગર સવારે પહોંચ્યાં હતાં. પરિવાર શોકમગ્ન હતો અને દાદીનો લાડકો પૃથ્વી આ દુનિયા છોડી ગયો હતો. પોતાના પૌત્રનું આ રીતે દાદીને ગમ્યું ન હતું.

પૌત્રના અવસાનના સમાચાર સાંભળી દાદીએ પાંચ કલાકમાં જ દેહ છોડયો હતો.
પૌત્રના અવસાનના સમાચાર સાંભળી દાદીએ પાંચ કલાકમાં જ દેહ છોડયો હતો.

પૌત્રનો આઘાત દાદી જીરવી નહિ શકતાં તેનું મોઢુ જોયા પછી દાદી પણ મોતને ભેટ્યાં હતાં. ત્યારે સેક્ટર 22માંથી દાદી અને પૌત્રની અંતિમ યાત્રા એકસાથે કાઢવામાં આવતાં સ્થાનિકોમાં આંસુની ધારાઓ વહેવા લાગી હતી. ઉલ્લેખનીય છે કે આશરે દોઢ વર્ષ પહેલાં સેક્ટર 24મા પતિની રાખ પણ ઠંડી થઇ ન હતી અને પત્ની આઘાતમાં અવસાન પામી હતી.

અન્ય સમાચારો પણ છે...