કામગીરી:‘મારું ગામ , કોરોનામુક્ત ગામ’ હેઠળ ગ્રામસભાઓ યોજાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનાં કુલ 286 ગામ પૈકી169માં રસીના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે

ગાંધીનગર ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત મતદાર યાદીમાં નોંધાયેલા મતદારોમાંથી રસી લીધા વિના બાકી રહેલા મતદારોની યાદી તૈયાર કરવાની રહેશે. યાદી તૈયાર કર્યા બાદ રસી લીધા વિનાના બાકી માટે પ્રાથમિક અને ગ્રામ્ય કક્ષાએ રસીકરણ કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવા DDOએ આદેશ કર્યો છે. જિલ્લામાં વેક્સિનેસન સઘન કરવા રાત્રી કેમ્પો ઉપરાંત પપેટ શો, શેરી નાટક, ગામના અને સમાજના અગ્રણીઓને રસી લેવાના ફાયદાથી જાણ કરવી. પંચાયતના સદસ્યો, સરપંચ દ્વારા ગ્રામજનોને સમાવવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં હજુ ઘણાં ગ્રામજનો રસી લીધા વિના બાકાત રહ્યા છે જોકે જિલ્લાના કુલ 286 ગામોમાંથી 169 ગામોમાં રસીના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે બાકી રહેતા 117 ગામોમાં પણ રસીના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમે ખાસ સુચના આપી છે.

આ ઉપરાંત મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ગ્રામસભા બોલાવવાનો જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમે ચારેય તાલુકા વિકાસ અધિકારીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીઓને આદેશ કર્યો છે.

ગામની મતદાર યાદીના આધારે રસી લેવાથી બાકી રહેલી વ્યક્તિઓની યાદી તૈયાર કરવી. ત્યારબાદ યાદીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓ કે અધિકારીઓ દીઠ વેક્સિન લેવાથી બાકી વ્યક્તિઓ વહેંચીને રસી આપવાનું કામગીરી કરવાની રહેશે. કોઇપણ વ્યક્તિ રસી લીધા વિના રહી જાય નહી તેની ખાતરી કરવાનો ઉલ્લેખ આદેશમાં થયો છે.

2 ઓક્ટો. સુધીમાં રસીકરણ પૂર્ણ કરવું પડશે
‘મારૂં ગામ કોરોના મુક્ત ગામ’ અંતર્ગત રસીકરણની કામગીરી સઘન કરવાનો ડીડીઓ આદેશ કર્યો છે. ઉપરાંત દરેક ગામમાં 100 ટકા રસીકરણની કામગીરી આગામી 2જી, ઓક્ટોબરે ગાંધી જયંતિ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.તેમ પણ ડીડીઓએ કરેલા આદેશમાં જણાવવામાં આવ્યુ છે અને તે મુજબ કામગીરી પૂરી કરવી પડશે તેમ ખાસ આદેશ કરાયો છે.

માઇક્રો પ્લાનિંગ કરવા ડીડીઓનો આદેશ
TDO અને તાલુકા આરોગ્ય અધિકારીઓને આપની ગ્રામ પંચાયતના વિસ્તારમાં 100 ટકા રસીકરણની કામગીરી નિયત કરેલી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે માઇક્રો પ્લાનીંગ કરીને અસરકારક કામગીરી કરવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે ત્યારે તેનો અમલ કેવી રીતે થાય છે તે જોવું રહ્યું!

ગાંંધીનગર જિલ્લાના તમામ ચારેય તાલુકાવાર વેક્સિનેસનની કામગીરી

તાલુકોકુલવસ્તીપ્રથમડોઝટકાવારીબીજોડોઝટકાવારી
ગાંધીનગર21252919371991.157541635.49
દહેગામ20190116594482.194143920.52
માણસા19482815153377.786259632.13
કલોલ24653721923788.936065424.6

નોંધ.. ઉપરોકત વિગતો તારીખ 12મી સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી વિવિધ તાલુકાઓમાં કોરોનાની રસીને લગતી જે કામગીરી કરવામાં આવી છે તેની તાલુકાવાર કેટલા લોકોએ પ્રથમ અને બીજો ડોઝ લીધો છે તેની ટકાવારી સાથે આંકડા રજૂ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...