કામગીરીને આખરી ઓપ:ગ્રામ પંચાયત ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, ખાટલા બેઠકોથી લઈને ડોર ટુ ડોર પ્રચાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુલાબી સરપંચ તેમજ સફેદ મતપત્ર સભ્ય માટે, 310 વોર્ડ, 384 મતપેટી: સ્ટીકરો લગાવાયા - Divya Bhaskar
ગુલાબી સરપંચ તેમજ સફેદ મતપત્ર સભ્ય માટે, 310 વોર્ડ, 384 મતપેટી: સ્ટીકરો લગાવાયા
  • મતદાન મથકો ઊભાં કરવા તેમજ કર્મચારીઓને તાલીમ, મતપેટીઓની કામગીરીને આખરી ઓપ
  • 156 ગ્રામ પંચાયતમાં 152 સરપંચ અને 579 વોર્ડ સભ્યોનું ભાવિ કાલે મતદારો નક્કી કરશે

ગાંધીનગર જિલ્લાની 156 ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ બેઠકના કુલ 730 ઉમેદવારોની પસંદગી માટે રવિવારે મતદાન થશે. જેને પગલે નિયમ પ્રમાણે મતદાનના 48 કલાક પહેલાં એટલે કે શુક્રવારે સાંજે 6 કલાકથી ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા હતા. જે બાદ મતદારોને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા ખાટલા બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. જિલ્લાની 179 પંચાયતમાંથી 22 ગ્રામ પંચાયત સમરસ થતાં 156 પંચાયતમાં ચૂંટણી જંગ ખેલાશે. 156 ગ્રામ પંચાયતમાં 152 સરપંચ અને 579 વોર્ડ સભ્ય મળી કુલ 730 ઉમેદવારનું ભાવિ 410117 મતદાર રવિવારે નક્કી કરશે.

સરપંચની ચૂંટણીમાં ગાંધીનગરમાં મોતીપુરામાં પ્રચારમાં વડીલોના આશીર્વાદ લેતા મહિલા ઉમેદવાર.
સરપંચની ચૂંટણીમાં ગાંધીનગરમાં મોતીપુરામાં પ્રચારમાં વડીલોના આશીર્વાદ લેતા મહિલા ઉમેદવાર.

વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો ઊભાં કરવા તેમજ કર્મચારીઓને તાલીમ, મતપેટીઓ, મતદારોની સંખ્યા સહિતની કામગીરીને આખરી આપી દેવાયો છે. રવિવારે દહેગામ તાલુકાની 75 પંચાયતમાં 73 સરપંચ અને 241 વોર્ડ સભ્ય, ગાંધીનગર તાલુકાની 52 પંચાયતમાં 52 સરપંચ અને 223 વોર્ડ સભ્ય, કલોલ તાલુકામાં 11 પંચાયતમાં 10 સરપંચ અને 78 વોર્ડ સભ્ય તથા માણસામાં 18 પંચાયતમાં 17 સરપંચ અને 56 વોર્ડ સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે.

દેવકરણના મુવાડા ગામે ઉમેદવાર તેમજ તેમના ટેકેદારો અને સમર્થકો દ્વારા અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર
દેવકરણના મુવાડા ગામે ઉમેદવાર તેમજ તેમના ટેકેદારો અને સમર્થકો દ્વારા અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર

પોલિંગ સ્ટાફ આજે મતદાન મથકો પર પહોંચી જશે
ચૂંટણીને લઈને ગાંધીનગરમાં સેક્ટર-15 સરકારી વિનયન કોલેજ ખાતે, દહેગામની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કલોલમાં ટેકનીકલ સંસ્થા ખાતે માણસામાં એસ. ડી. આર્ટ્સ એન્ડ બીઆર કોમર્સ કોલેજ ખાતે રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આ સેન્ટર્સ પરથી આજે ચૂંટણીને લગતું સાહિત્ય, મતકુટીર, મતદાન પેટી, બેલેટ પેપર વગેરેનું વિતરણ કરવામાં આવશે. પ્રીસાઈડીંગ ઓફીસર સહિતનો પોલીંગ સ્ટાફ આજે જ વિવિધ સામગ્ર સાથે મતદાન મથકો પર પહોંચી જશે. પોલીસ બંદોબસ્ત સાથે આવતીકાલે સવારથી મતદાનનો પ્રારંભ થશે.

વહેલાલ ઃ દસક્રોઈ તાલુકાનાં 55 ગામોમાં ચૂંટણી યોજાશે 1,64,239 મતદારો મતદાન કરશે : ઉમેદવારોમાં ઉત્સુકતા
દસક્રોઈના 55 ગામના 510 વોર્ડમાં ચૂંટણી યોજાશે જેમાં 394 મતપેટી નો ઉપયોગ થશે. સ્થાનિક ચૂંટણી અધિકારી કર્મીઓએ મતદાર જાગૃતિ માટે ઠેર ઠેર સ્ટીકર મારી મત કઈ રીતે આપવો સમજણ આપી છે.દરેક મતદારને બે મતપત્ર પેપર અપાશે ગુલાબી મતપત્ર સરપંચ માટે તેમજ સફેદ મતપત્ર સદસ્ય માટે હશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દસક્રોઈ ના કણભા તેમજ અસલાલી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ ભાત, કાસિન્દ્રા, મહિજડા , અસલાલી, પીરાણા, કણભા, કુબડથલ,ધામતવાંન,કુહા,ગતરડ,બાકરોલ,પસુંજ સંવેદનશીલ મથકો છે.

દહેગામ તાલુકામાં 15 ગામ સંવેદનશીલ
દહેગામ તાલુકાની 75 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 223 મતદાન મથકો પર મતદાન થશે. તે પૈકી દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 141 મતદાન મથકો જ્યારે રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 82 મતદાન મથક આવેલા છે. બંને વિસ્તારના 15 ગામોને સંવેદનશીલમાં જાહેર કરાયા છે.

દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 44 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે જ્યાં 141 મતદાન મથકો પર ચૂંટણી યોજાનાર છે. જેમાં લવાડ, વાસણા રાઠોડ, બહિયલ, કડાદરા, કનીપુર, દેવકરણના મુવાડા, પાલુન્દ્રા હાલીસા નાંદોલ અને હરસોલી ગામની ગણના સંવેદનશીલમાં થાય છે.

જ્યારે તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 ગામોનો સમાવેશ થાય છે, જ્યાં 82 મતદાન મથકો પર ચૂંટણી યોજાનાર છે. અહીં ધારિસણા, રખિયાલ, બિલમણા જિંડવા અને કડજોદરા ગામની સંવેદનશીલ તરીકે ગણના કરવામાં આવી છે. વહિવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે વ્યવસ્થાની સજ્જ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...