સરકારને ચેતવણી:સરકારે રખડતા પશુઓના મુદ્દે ઢોરવાડાની જાહેરાત કરીસ વૈકલ્પિક ઢોરવાડાની વ્યવસ્થા ન થાય તો 70 લાખ માલધારીઓ બેકાર થશે

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
માલધારી સમાજે તેમની માગણીઓ માટે 
 પુનગરથી ભદ્રકાળી મંદિર સુધી રેલી કાઢી. - Divya Bhaskar
માલધારી સમાજે તેમની માગણીઓ માટે પુનગરથી ભદ્રકાળી મંદિર સુધી રેલી કાઢી.
  • પશુપાલકોની રેલીને સંબોધતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની સરકારને ચેતવણી
  • રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાય તો પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા ખાતરી
  • બાપુનગરથી ભદ્રકાળી સુધી માલધારીઓની રેલી

રાજય સરકારે રખડતા પશુઓના મુદ્દે ઢોરવાડા ઉભા કરવાની જાહેરાત કરી છે, બીજી બાજુ રખડતા પશુઓના માલિકો સામે પોલીસ કેસ પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં માલધારી સમાજે અમદાવાદના બાપુનગરથી ભદ્રકાળી મંદિર સુધી વિશાળ રેલી કાઢી હતી. આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર જોડાયા હતા અને તેમણે માલધારીઓને રાજયમાં કોંગ્રેસની સરકાર આવશે તો વૈકલ્પિક જમીનની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.

માલધારીઓએ પશુઓ માટેની વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો 70 લાખ માલધારીઓ બેકાર થશે તેવો ભય વ્યકત કર્યો હતો. માલધારીઓની રેલી સવારે બાપુનગરના ભીડભંજનથી શરૂ થઇને કાળુપુર થઇને લાલ દરવાજા ભદ્રકાળી મંદિર સુધી પહોંચી હતી.જયાં ભદ્રકાળી માતાના આર્શીવાદ લઇને રેલીને પૂર્ણ જાહેર કરાઇ હતી.

માલધારીઓએ શહેરી વિસ્તારમાં ગામડા ભેળવવાનું બંધ કરો, માલધારી વસાહતો બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપો,માલધારીઓના નિવાસ સ્થાને અને તબેલા તેમજ વાડાઓમાંથી પશુઓ ઝૂટવી જવાનું સત્તાધીશો બંધ કરે,ખોટા પોલીસ કેસ બંધ કરે,ઢોર અંકુશ નિયંત્રણ કાયદો ગૌચરની જમીન હડપી જવાનો કાળો કાયદો છે તે રદ કરો, 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકામાં 70 લાખ કરતા વધુ માલધારીઓને બેરોજગાર બનાવવાનું સરકાર બંધ કરે, ડબામાં પૂરવામાં આવેલા પશુઓ દંડ લઇને છોડવાના કાયદાનું પાલન થવું જોઇએ, ઘરે રખાયેલા પશુઓને ઘાસચારો સત્તાધીશીઓ બંધ કરાવ્યો છે તે ફરી શરૂ કરાવે તેવી માગણી કરી હતી.

દિવાળી સુધી તબેલા નહીં હટાવવાની પાટીલની ખાતરી પછી સુરતમાં આંદોલન સમેટાયું
સુરતમાં ચાલી રહેલા માલધારી સમાજના આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.હાલ પૂરતું આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.સી.આર.પાટીલે સુરત ઓફિસે એક કલાક સુધી માલધારી આગેવાનો સાથે મીટિંગ કરી હતી અને દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે તેવી બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.સી.આર.પાટીલ સરકારમાં પ્રસ્તાવ મૂકીને ડિમોલિશનની કામગીરી બંધ કરાવશે.

અન્ય સમાચારો પણ છે...