વિકાસના કામોની દરખાસ્ત:ગાંધીનગરના ચીલોડા અને અડાલજ કેનાલ પરના બ્રિજને સમાંતર નવો બ્રિજ બાંધવાની સરકારમાં દરખાસ્ત, 75 કરોડના ખર્ચે થવાનો અંદાજ

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ભવિષ્ય ટ્રાફિક જામની સમસ્યા ના થાય તેવું આયોજન કરાયું

નૅશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ભવિષ્યમાં ટ્રાફિક જામની સમસ્યા ના થાય એ માટે આગવું આયોજન કરીને ચીલોડા સાબરમતી નદી પર તેમજ અડાલજ નર્મદા કેનાલ પરના બ્રિજને સમાંતર 75 કરોડના ખર્ચે નવા બ્રિજ બાંધવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.

ગાંધીનગરમાં વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જેનાં કારણે ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે. શહેરને અડીને હાઇવે રોડ પસાર થતો હોવાથી પણ સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. અને ઘણીવાર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી રહેતી હોય છે. ત્યારે ભવિષ્યને ધ્યાને રાખીને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નવા બ્રિજ બાંધવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.

ચીલોડા સાબરમતી નદી પર તેમજ અડાલજ નર્મદા કેનાલ પરના બ્રીજને સમયાંતર 75 કરોડના ખર્ચે નવા બ્રિજ બાંધવા દરખાસ્ત કરવામાં આવી છે. ગાંધીનગરથી અમદાવાદને જોડતા ચિલોડાથી સરખેજ સુધીના હાઇવેને સિક્સલેનમાં પરિવતત કરવાની 900 કરોડ ઉપરાંતના ખર્ચની યોજના 1 હજાર કરોડને પાર થઇ શકે છે.

ઉપરોક્ત બન્ને જગ્યાએ બ્રિજને જોડતો માર્ગ સિક્સલેન કરી દેવામાં આવ્યો છે. પરંતુ નદી પર અને કેનાલ પર જે હયાત બ્રિજ છે. તે સિક્સલેન થયેલા નથી. પરિણામે બ્રિજ પર વાહનો પહોંચે ત્યારે વાહનોનો જાણે ખડકલો થઇ ગયો હોય તેવી સ્થિતિનું સર્જન થાય છે અને તેના કારણે બ્રિજ પર અને તેના બન્ને છેડા પર પણ ટ્રાફિક જામ થવાની સમસ્યા રોજની બની ગઇ છે. આગામી દિવસોમાં તે સમસ્યા વકરી શકે છે, કેમ કે આ માર્ગ પરથી પસાર થતાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ચિલોડાથી સરખેજ સુધીના માર્ગને 44 કિલોમીટર લંબાઇમાં સિક્સલેન કરવાની સરકારની મહત્વાકાંક્ષી યોજના પૂર્ણતાના આરે પહોંચવામાં છે અને તેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોની સંખ્યા ઘટી હોવાનો અનુભવ વાહન ચાલકોને પણ થઇ રહ્યો છે.

નવા બ્રિજના બાંધકામની દરખાસ્ત અંગે સુત્રોએ જણાવ્યું કે સાબરમતી નદી પરના નવા બ્રિજ પાછળ રૃપિયા 50 કરોડ અને અડાલજ પાસે કેનાલ પરના નવા બ્રિજ પાછળ રૃપિયા 25 કરોડના ખર્ચનો પ્રાથમિક અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજનું બાંધકામ થઇ જવાથી બન્ને છેડા પહોળા અને બ્રિજ સાંકડાની સ્થિતિનો અંત આવવાથી વાહન પરિવહન વધુ સરળ બની શકશે.

અન્ય સમાચારો પણ છે...