તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણનું વિશેષ આયોજન:રાજ્યની ખાનગી ફેક્ટરીઓએ કર્મચારીઓને સ્વખર્ચે રસી આપવાની સરકારની વિચારણા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કંપનીઓના માલિકોએ ખાનગી હોસ્પિટલ સાથે કર્મચારીઓના રસીકરણ માટે કરાર કરવાનો રહેશે
  • સોમવારે યોજાયેલી આરોગ્ય વિભાગની વિડિયો કોન્ફરન્સમાં ચર્ચા કરાઈ હતી

રાજ્યની ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓના માલિકોએ પોતાના ખર્ચે કર્મચારીઓને ફરજિયાત વેક્સિન આપવાની રહેશે. તેના માટે ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓના માલિકોએ ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરવાના રહેશે. ત્યારબાદ ખાનગી હોસ્પિટલ વેક્સિનની ખરીદી કરીને કર્મચારીઓને આપવાની રહેશે તેવી વિચારણા ચાલી રહી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

કોરોનાની સભંવિત ત્રીજી લહેર પહેલાં સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી 60 ટકાથી વધુ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન ઉપર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગ્રામ્ય વિસ્તારો તેમજ મનપા વિસ્તારોમાં વેક્સિનેશન માટે સેન્ટરો ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વેક્સિન લેવાથી બાકી રહેલા ખાનગી કંપનીઓ તેમજ ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા વિશેષ છે. ત્યારે ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓના કર્મચારીઓ પણ વેક્સિન આપવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેના માટે ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓમાં નોકરી કરતા કર્મચારીઓને વેક્સિન આપવાનો ખર્ચ માલિકો પાસે કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેની ચર્ચા સોમવારે યોજાયેલી આરોગ્ય વિભાગની વિડિયો કોન્ફરન્સમાં ચર્ચા પણ કરવામાં આવી હતી. નોંધનીય વાત એ છે કે, આ નવતર પ્રયોગથી કર્મીઓને તેમના કામગીરીના સ્થળે જ વેક્સિન મળી રહેશે તેમજ અન્ય સ્થળ જઈ લાઈનમાં ઊભા રહેવું પડશે. તેમજ ઉપરાંત દરેક કંપની અને ફેક્ટરીમાં કેટલા કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે સહિતની યાદી તૈયાર કરીને સબંધિત જિલ્લાના આરોગ્ય વિભાગને આપવામાં આવશે.

દરેક જિલ્લા વાર ખાનગી કંપનીઓ અને ફેક્ટરોની યાદી તૈયાર કરાશે
રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં આવેલી ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓ કેટલી છે. ઉપરાંત દરેક કંપની અને ફેક્ટરીમાં કેટલા કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે સહિતની યાદી તૈયાર કરીને સબંધિત જિલ્લાના આરોગ્ય વિભાગને આપવામાં આવશે તેવી ચર્ચા સોમવારે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.

વેક્સિનના ડોઝ ઓછા મળતા હોવાની બૂમ
જિલ્લાને વેક્સિનના ડોઝ ઓછા મળતા હોવાની બૂમ લોકોમાં ઉઠવા પામી છે. કેમ કે વેક્સિન લેવા માટે સેન્ટર ઉપર ગયેલા લોકોને વેક્સિન ખલાસ થઇ ગઇ હોવાનું જણાવવામાં આવે છે. આથી વેક્સિન લીધા વિના જ પરત ફરવાની લોકોને ફરજ પડી રહી છે.

રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય વિભાગે મિડિયેટરનું કામ કરવાનું રહેશે
રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય વિભાગને આપવામાં આવેલી ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓની યાદીના આધારે ખાનગી હોસ્પિટલ સાથે સંપર્ક કરાવવાનું મિડિયેટર તરીકે કામ કરવાનું રહેશે. તેમાં કંપનીના માલિકો અને હોસ્પિટલના માલિકો દ્વારા કરાર કરીને કર્મચારીઓે વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવે તેવી ચર્ચા પણ વિડિયો કોન્ફરન્સમાં કરાઇ હતી.

વેક્સિનના કુલ જથ્થામાંથી 25 ટકા જથ્થો ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવશે
જિલ્લાઓ માટે ફાળવાતા કુલ રસીના જથ્થામાંથી 25 ટકા જથ્થાને ખાનગી હોસ્પિટલને ફાળવવાનો હોય છે. આ 25 ટકામાંથી ખાનગી હોસ્પિટલો કરાર કરેલી ખાનગી કંપની કે ફેક્ટરીના કર્મીને ચાર્જ લઇને આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...