2022નું કેલેન્ડર:સરકારી કચેરીઓમાં 19 જાહેર, 42 મરજિયાત રજા મળશે; રામ નવમી, બકરી ઇદ, ગાંધી જયંતી, નાતાલ, ઇદે મિલાદ રવિવારે

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાને કારણે દોઢ વર્ષ કાર્ડથી હાજરી બંધ હતી

રાજ્ય સરકારે વર્ષ 2022 માટે 19 રજા જાહેર કરી છે. 5 રજા રવિવારે આવતી હોવાથી તેને જાહેર રજાના દિવસ તરીકે ગણી નથી. જ્યારે 42 મરજિયાત રજા મળશે. બેંકો માટે 16 રજા જાહેર કરાઈ છે. કેટલીક રજાઓ બીજા અને ચોથા શનિવાર સાથે આવતી હોવાથી મિની વેકેશન પણ મળશે. કર્મચારીઓ ધાર્મિક બાધ વિના વધુમાં વધુ 2 મરજિયાત રજા ભોગવી શકશે. ઓગસ્ટમાં કર્મચારીઓને સળંગ રજાઓનો લાભ મળશે. જ્યારે રામનવમી, બકરી ઇદ, ગાંધી જયંતી, ઇદે મિલાદ અને નાતાલ એમ 5 રજા રવિવારે આવતી હોવાથી કર્મચારીઓને આ રજાનો લાભ નહીં મળે.

સચિવાલયમાં કર્મચારીઓ માટે આજથી કાર્ડ સ્વાઇપ ફરજિયાત
કોરોનાને કારણે એપ્રિલ 2020થી સચિવાલયના કર્મચારીઓને તેમની હાજરી માટેના ઇલેક્ટ્રોનિક કાર્ડ સ્વાઇપમાંથી અપાયેલી મુક્તિ આખરે સરકારે હટાવી લીધી છે. કોરોના સંક્રમણ ઓછું થયા બાદ સ્કૂલો પણ શરૂ કરી દેવાઈ હતી છતાં કોરોનાને નામે કર્મચારીઓને કાર્ડ સ્વાઇપમાં અપાયેલી મુક્તિ ચાલુ રખાઈ હતી, જે હવે 25 નવેમ્બરથી હટાવી દઈ કર્મચારીઓ માટે કાર્ડ સ્વાઇપ ફરજિયાત બનાવવાનો આદેશ જીએડી દ્વારા કરવામાં આવ્યો છે. જોકે કાર્ડ સ્વાઇપમાંથી મુક્તિની મુદત 31 ઓક્ટોબર, 2021ના રોજ પૂરી થઈ ગઈ હતી, પરંતુ મુક્તિ યથાવત્ રાખવી કે દૂર કરવી તે અંગેનો નિર્ણય કરતા જીએડીને 24 દિવસ લાગ્યા છે. જીએડીએ 24મીએ મુક્તિ હટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...