કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી સ્માર્ટસિટી યોજનાની જેમ ગુજરાતનાં ગામોમાં પણ આધુનિક સુવિધાઓ ઉભી થાય અને ગામડાં વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવણ સર્જાય તે હેતુથી વર્ષ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે શરૂ કરેલી સ્માર્ટ વિલેજ યોજના હેઠળ 6 વર્ષ પછી પણ એક પણ ગામ સ્માર્ટ બની શક્યું નથી. બીજી તરફ હવે સરકારે આ યોજનાનો પુરસ્કાર એક કરોડથી ઘટાડીને માત્ર 5 લાખ કરી દીધો છે.
આ યોજના મુજબ દર વર્ષે નિયત કરેલા માપદંડો પર ખરા ઊતરનાર ગ્રામપંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરવાના છે અને તેના ધોરણો મુજબ 40 લાખથી 1 કરોડ સુધીનો પુરસ્કાર આપવાનો હતો. આ પુરસ્કાર માટે સરકાર દર વર્ષે બજેટમાં જોગવાઇ પણ કરે છે પરંતુ હકિકત એ છે કે 18 હજાર ગામો પૈકી ગુજરાતનું એકપણ ગામ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે સરકારે નિયત કરેલા માપદંડો મુજબ કોઇ ગામ ખરૂ ઉતર્યું નહીં હોવાથી સ્માર્ટ વિલેજ તરીકે કોઇ ગામની પસંદગી થઇ શકી નથી. બીજીતરફ સૂત્રોએ કહ્યું કે સરકાર દ્વારા પસંદગીના ધોરણો ખુબ ઉંચા રખાયા હતા અને તેમાં વારંવાર ફેરફારો પણ કરવામાં આવ્યા હતા જેના કારણે પંચાયતો લક્ષ્યાંક પાર પાડી શકતી નથી.
હવે સરકારે આ યોજનાના ધોરણોમાં વધુ એકવખત ફેરફાર કરી દીધા છે અને હવે બારમાસી પાકા રસ્તા પર આવેલા, પાકા રસ્તા, ગટરલાઇન, સ્ટ્રીટલાઇટ અને સફાઇની સુવિધા તેમજ 2 હજારથી ઉપરની વસતી ધરાવતા ગામની જ પસંદગી કરવાનું નક્કી કરાયું છે.
અગાઉ નક્કી કરેલા આ માપદંડો અડચણરૂપ બન્યા
યોજનાનો હેતુ શું હતો? સરકારે યોજના જાહેર કરી ત્યારે એના હેતુઓ પણ જાહેર કર્યા હતા જે મુજબ
પંચાયતો આયોજનપૂર્વક સામૂહિક વિકાસ કાર્યક્રમોથી પોતાની જવાબદારી અદા કરે અને નાગરિકોની સુવિધા માટે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થાય, ગામડાં સમૃદ્ધ અને સ્માર્ટ બને, ગામડાંઓથી શહેર તરફનં પ્રયાણ અટકે તે માટે આ સ્માર્ટ વિલેજ યોજના અમલમાં મૂકવામાં આવી હતી.
હવે 5 લાખ મેળવવા ગામોએ આ 11 માપદંડ પર ખરા ઊતરવું પડશે
100માંથી 90 માર્ક્સ લાવશે એ ગામ સ્માર્ટ બની શકશે
સરકારે હવે નક્કી કરેલા નવા ધોરણો મુજબ 11 માપદંડની સામે માર્ક્સ નિયત કરવામાં આવ્યા છે. કુલ 100 માર્કમાંથી 90 માર્કસ લાવશે તે ગ્રામ પંચાયતોને મહત્તમ માર્કસને આધારે પસંદ કરાશે. દરેક તાલુકામાંથી એક ગામને આ પુરસ્કાર મળશે.
મર્યાદાઓ દૂર કરી વધુ ગામડાં સ્માર્ટ બની શકે એ માટે અમે નવી ગાઇડલાઇન્સ નક્કી કરીઃ બ્રિજેશ મેરજા
આ યોજનાની સમીક્ષા દરમિયાન પસંદગીના ધોરણોમાં કેટલીક મર્યાદા હોવાથી ગામડાં તે માપદંડો પૂર્ણ કરી શકતા નહીં હોવાનું ધ્યાને આવતા અમે ગાઇડલાઇન સુધારીને નવા માપદંડો એવા રાખ્યા છે કે જેથી વધુ ગામો સ્માર્ટ વિલેજ બની શકે. પુરસ્કારની રકમ ઉપરાંત નાણા પંચ અને અન્ય યોજનાની મહત્તમ ગ્રાન્ટ પણ અમે સ્માર્ટ વિલેજને આપીશું. આ વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં સ્માર્ટ વિલેજ બનશે. - બ્રિજેશ મેરજા, પંચાયત મંત્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.