તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સરકારી, ગ્રાન્ટેડ મા. અને ઉ. મા. શાળાનો સમય સવારનો કરાયો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને ધ્યાનમાં રાખી સમય સવારનો રખાયો
  • સમય સવારનો કરવાની માંગણી શિક્ષકોમાં ઊઠતાં સંઘમાં રજૂઆત કરી હતી

હાલમાં શાળામાં વિદ્યાર્થીઓ આવતા નથી હોવાથી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો સમય સવારનો કરવાની માંગ શિક્ષક સંઘે કરી હતી. આથી રાજ્યના શિક્ષણ વિભાગે કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખીને શાળાનો સમય સવારનો રાખવાનો આદેશ કર્યો છે.

કોરોનાની મહામારી વચ્ચે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા છતાં હજુ વિદ્યાર્થીઓ માટે શાળાઓને ખોલવામાં આવી નથી. ઉપરાંત સભંવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવી તે અંગે રાજ્ય સરકારે કોઇ જ વિચારણા કે નિર્ણય લીધો નથી. ત્યારે માત્ર શિક્ષકો માટે શાળાનો સમય આખા દિવસનો રાખવામાં આવ્યો છે.

ઉપરાંત શાળાઓમાં હાલમાં અન્ય બીજી કોઇ જ કામગીરી નથી. આથી શાળાઓનો સમય સવારનો કરવાની માંગણી શિક્ષકોમાં ઉઠતા સંઘમાં રજુઆત કરી હતી. શિક્ષકોની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘે શાળાનો સમય સવારનો કરવા શાળાઓના કમિશ્નરને રજુઆત કરી હતી.

શિક્ષક સંઘ અને મહામંડળની માંગણીને ધ્યાનમાં રાખીને માધ્યમિક વિભાગના સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન.ચાવડાએ કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો સમય સવારનો રાખવાનો આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગના આદેશથી શિક્ષકોના ચહેરા ઉપર ખૂશી જોવા મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...