રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર ફ્યૂઅલ સરચાર્જમાં 20 પૈસાનો વધારો થોપી દેવાયો છે. ફ્યૂઅલ સરચાર્જમાં પાંચ મહિનામાં બીજી વખત વધારો થતાં પ્રતિ યુનિટ 30 પૈસાનો બોજો વીજ વપરાશકારો પર પડ્યો છે, જેનાથી વીજ ગ્રાહકો પર દર મહિને 270 કરોડનું ભારણ આવશે.
રાજ્ય સરકાર હસ્તકના ઊર્જા વિકાસ નિગમ દ્વારા ચાર સરકારી વીજ વિતરણ કંપનીઓ પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ માટે ફ્યુઅલ એન્ડ પાવર પર્ચેઝ પ્રાઇઝ એડ્જસ્ટમેન્ટ ચાર્જીસ (ફ્યૂઅલ સરચાર્જ)માં વધારો કરવાની દરખાસ્ત કરાઇ હતી, જેને જર્કે મંજૂરી આપતા 1 મેની અસરથી યુનિટદીઠ 20 પૈસાનો વધારો કરાયો છે. આ પહેલાં જર્ક દ્વારા વર્ષ 2021-22ના છેલ્લા ક્વાર્ટરમાં ફ્યૂઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 10 પૈસાનો વધારો કરવાની મંજૂરી આપી હતી, જેથી જાન્યુઆરીથી મે સુધીના આ પાંચ મહિનામાં બીજી વખત વીજ દરમાં વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.