સુવિધા:સરકારે વધુ127 ફરતાં પશુ દવાખાનાને મંજૂરી આપી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1270 ગામોમાં વિનામૂલ્યે સારવાર મળશે

રાજ્યમાં વધુ 127 ફરતા પશુ દવાખાના શરૂ કરવાની કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે મંજૂર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, 127 ફરતા પશુદવાખાનાને કારણે 1270 ગામમાં વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું હતું કે,અત્યારે 460 ફરતા પશુ દવાખઆના થતી 5298 ગામમાં સારવાર મળી રહી છે. રાજ્યમાં 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના અત્યારે ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું હતું કે, આ નવા 127 પશુ દવાખાના કાર્યરત થતા સંલગ્ન ગામડાઓમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામમાં ગામમાં જ પશુપાલકોને વિનામૂલ્યે પશુસારવાર ઉપલબ્ધ છે. આ યોજનાના તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ડેશબોર્ડ મારફતે યોજનાનું રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરાશે અને કુદરતી તેમજ માનવ સર્જીત આફતના સમયમાં પણ આ એકમો દ્વારા સારવાર આપવામાં આવશે. આમ ચૂંટણી પહેલા ખેડૂતોને રિઝવવાનો વધુ એક પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...