અનામતનું કોકડું ગૂંચવાતા ચૂંટણી ટળી:સરકારે 76 નગર પાલિકામાં વહીવટદારની નિમણૂક કરી

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનામતનું કોકડું ગૂંચવાતા ચૂંટણી ટળી
  • મે મહિનામાં ચૂંટણી થાય તેવી સંભાવના

ગુજરાતની વિવિધ 76 નગરપાલિકાઓની ટર્મ પૂરી થયે કે અન્ય કારણોસર તેમાં ચૂંટણી કરવી આવશ્યક છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામતના ધોરણો નક્કી કરવા સરકારે બનાવેલી જસ્ટિસ ઝવેરી પંચનો રિપોર્ટ નહીં આવતાં વર્ગવાર અનામત જાહેર થઇ શકી નથી.

આથી ચૂંટણી ન થઇ શકે તેમ હોવાથી રાજ્ય ચૂંટણી પંચે આવી તમામ નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક કરવા સરકારને આદેશ કર્યો હતો. તેને અનુલક્ષીને શહેરી વિકાસ વિભાગે તે નગરપાલિકાઓમાં સંબંધિત નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અથવા મામલતદારને વહીવટી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. આથી મે મહિનામાં ચૂંટણી યોજાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

વર્ગ-એ અને વર્ગ-બી પ્રકારની નગરપાલિકાઓમાં ડેપ્યુટી કલેક્ટર અથવા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીને જ્યારે સી અને ડી કક્ષાની નગરપાલિકાઓમાં મામલતદારને નિયુક્ત કરાયા છે. હવે આ 76 નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટદારનું શાસન ચાલશે. 76 પૈકીની 68 નગરપાલિકાઓની ટર્મ ફેબ્રુઆરીમાં, 6ની ટર્મ 2 માર્ચે પૂરી થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...