તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અણઘડ વહીવટ:કોરોના મહામારી વચ્ચે પણ ગોકુળપુરાના વસાહતીઓને 10 વર્ષનો ટેક્સ ભરવા કરાયો આદેશ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અચાનક જ વેરો ભરવાનું કહેવાતા સ્થાનિકોની મુશ્કેલી વધી

ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નં-6માં સમાવિષ્ટ સેક્ટર-14ના ગોકુલપુરા વિસ્તારમાં કોરોના કાળમાં અચાનક જ 10 વર્ષના મ્યુન્સિપલ ટેક્ષ (વેરા) માંગવાના કારણે કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. નોંધનીય છે કે અત્રેના વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી અત્રેના વિસ્તારમાં કોઈ વેરો ઉઘરાવવામાં આવતો ન હતો. ત્યારે મનપા દ્વારા અચાનક જ વેરો ભરવા નું કહેવામાં આવતા લોકો મુશ્કેલી માં મુકાઈ જવા પામ્યા છે. જેથી કરીને ગોકુળ પૂરા ના રહીશો દ્વારા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ ચાલુ વર્ષનો જ વેરો વસુલવા રજૂઆત કરવામાં આવી છે.

ગાંધીનગર મહાનગર પાલિકાના ગોકુલપુરામાં છેલ્લા 40 વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓનો સમાજનો વસવાટ છે. જ્યાં રોજિંદા કામકાજથી કમાઇ રોજ ખાતા શ્રમજીવી વર્ગના પરિવારો રહે છે. કેમ કે ગોકુલપુરામાં વસવાટ કરતો માલધારી સમાજ રોજીંદો દૂધનો વેપાર અને છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગોકુલપુરામાં લગભગ ત્રણસોથી વધુ પરિવાર વસવાટ કરે છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી કોઈ વેરો (ટેક્સ) માંગવામાં આવતો ન હતો.

પરંતુ હવે અચાનક જ 10 વર્ષનો વેરો એક સાથે વસુલવામાં આવી રહ્યો છે. આ અંગે વોર્ડ નંબર 6 ઉમેદવાર ભૂમિબેન રબારીએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી કોરોના મહામારીનો કહેર ચાલી રહયો છે જેના કારણે વેપાર-ધંધા પર માઠી અસર થવાથી મધ્યમ અને સામાન્ય વર્ગનું જીવન દુષ્કર બની જવા પામ્યું છે. અને અનેક શ્રમજીવી પરિવારોને પોતાના પરિવારનું લાલનપાલન કરવાના ફાંફાં પડી ગયા છે.

આવા કપરા સમયે આ શ્રમજીવી પરિવારો પાસે અચાનક જ દસ વર્ષના વેરાની વસૂલાત કરવીએ તદ્દન અમાનવીય અને અન્યાયપૂર્ણ કરૂણ નિર્ણય છે. અત્યારે કોરોના મહામારીને અનુલક્ષીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ મધ્યમ અને શ્રમજીવી વર્ગને વિવિધ રાહતો અને છૂટછાટો આપી રહી છે ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકાએ આ નિર્ણય કેવી રીતે લીધો તે આશ્ચર્યજનક બાબત છે.

આ સમયે ગોકુલપુરાના વસાહતી તેમજ વોર્ડ-નં 6ના લોકપ્રતિનિધિની રૂએ મ્યુનિસિપલ કમિશ્નર ધવલ પટેલને રજૂઆત કરવામાં આવી છે કે ગોકુલપુરાના ગરીબ અને શ્રમજીવી વસાહતીઓ પર લાદવામાં આવેલો આ અન્યાયી વેરો માફ કરવામાં આવે અને અગાઉના વેરામાંથી મુક્તિ આપી માત્ર ચાલુ વર્ષનો વેરો જ વસૂલવામાં આવે તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...