નિર્ણય:GMC દ્વારા હવે મિલકતવેરા બીલમાં જરૂરી સુધારા સ્થળ પર જ કરી અપાશે!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9મીથી દર મંગળ, ગુરુવારે મનપામાં કામગીરી થશે

મનપાની મિલકતવેરા શાખા દ્વારા મિલકતવેરાના બીલમાં સુધારા કરી આપવા આયોજન કરાયુ છે. પુરાવાના આધારે નામ ટ્રાન્સફર, એડ્રેસમાં સુધારો જેવા કામ કરી અપાશે. આ અંગે મળતી માહિતી મુજબ આગામી 9 નવેમ્બરથી દર અઠવાડિયે મંગળવાર અને ગુરૂવાર આ કામગીરી કરાશે. જેમાં અરજદારો જરૂરી પુરાવા સાથે આવી અરજી આપીને સ્થળ પર જ મિલકતવેરાના બીલમાં જરૂરી સુધારા કરાવી શકશે.

મનપામાં નવા ભળેલા વિસ્તારમાં જે ગ્રામપંચાયત કે પાલિકામાં મિલકતવેરા નામ ટ્રાન્સફર કરવા નક્કી કરેલા દરો ભર્યા બાદ નામ ટ્રાન્સફર કરવામાં આવશે. નાગરિકોની સુખાકારી માટે મિલકતવેરા શાખા દ્વારા હાથ ધરાયેલા નવતર અભિગમમાં લાભ લેવા મનપા દ્વારા વિનંતી કરાઈ છે.

હાલ અઠવાડિયામાં 100થી વધુ અરજી મનપામાં આવે છે
મળેલી માહિતી મુજબ હાલની સ્થિતિ કોર્પોરેશનમાં બીલમાં સુધારા, નામ ટ્રાન્સફર સહિતની અઠવાડિયામાં 100 જેટલી અરજી આવે છે. ગાંધીનગર કોર્પોરેશનમાં નવા વિસ્તારો ભળતાં અરજીઓમાં વધારો થયો છે. જેને પગલે મનપાની મિલકવેરા શાખા દ્વારા આ પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...