તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોપર્ટી ટેક્સની આવક:GMCને ઓફલાઈનમાં 7.06 કરોડ સાથે એડવાન્સ વેરા પેટે 11.92 કરોડની આવક

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 79 દિવસમાં ઓનલાઈનમાં 4.86 કરોડ સામે 25 દિવસમાં જ 5.39 કરોડ ઓફલાઈન વેરો ભરાયો! વળતર યોજના 30 જૂન સુધી લંબાવાઈ

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22 માટે 25 જૂન સુધીમાં કોર્પોરેશનને મિલકતવેરાની કુલ 11.92 કરોડની આવક થઈ છે. જેમાંથી ઓનલાઈન 4.86 કરોડ અને ઓફલાઈન 7.06 કરોડ વેરો ભરાયો છે. તંત્ર દ્વારા મિલકતવેરા ભરપાઈ કરવા પર 10 ટકા વળતર તથા ઓનલાઈન મિલકત વેરાની ચુકવણી પર વધુ 2 ટકાનું વળતર અપાય છે. આ વળતર યોજના 30 જૂન સુધી લંબાવાઈ છે. ઓનલાઈન મિકતવેરાની ચુકવણી કરવા www.gandhinagarmunicipal.com તથા enagar.gujarat.gov.in પર સુવિધા ઉપલ્બધ છે. ગત વર્ષે કોરોનાના પગલે વળતર યોજના ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી ચાલી હતી, જેમાં તંત્રને 20 કરોડ જેટલી પ્રોપર્ટી ટેક્સની આવક થઈ હતી.

વર્ષ 2020-21 દરમિયાન 33,705 કરદાતાઓ દ્વારા કુલ 30.44 કરોડનું ચૂકવણું તથા નવા વિસ્તારમાંથી લોકોએ 6.53 લાખ વેરો ભર્યો હતો. તંત્ર દ્વારા આ વર્ષે એપ્રિલથી એડવાન્સ ટેક્સ લેવાનું શરૂ કરાયું હતું. જેમાં કોરોનાના કેસો વધતાં ઓફલાઈન મિલકત વેરો લેવાનું બંધ કરાયું હતું અને ઓનલાઈન ચાલુ રખાયો હતો. જેમાં 25 મે સુધીમાં ઓનલાઈન 1.88 કરોડ અને ઓફલાઈનમાં 1.67 કરોડ મિલકત વેરો એડવાન્સમાં વસૂલાયો હતો.

કોરોના કેસો ઘટતા 1 જૂનથી ઓનલાઈન સાથે ઓફલાઈન વેરો લેવાનું શરૂ કરાયું હતું, જેમાં 25 જૂન સુધીમાં જ ઓફલાઈનમાં કુલ 7.06 કરોડની આવક થઈ હતી. સામે એપ્રિલથી ઓનલાઈન ચાલતી વેરા વસૂલાતનો આંકડો 4.86 કરોડ થઈ છે. એટલે કહીં શકાય કે નાગરિકો હજુ પણ ઓનલાઈન કરતાં ઓફલાઈન વેરો ભરવાનું વધુ પસંદ કરે છે. તંત્ર દ્વારા આ વર્ષે મિલકત વેરાથી 38.05 કરોડની આવકનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...