તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:યુવાન કાર્યકરોને તક મળવાથી પક્ષ વધુ મજબૂત થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પક્ષનો નિર્ણય સારો જ છે તેનો અમારો સંપૂર્ણ સપોર્ટ હોવાનો સદસ્યોએ જણાવ્યું

નવા અને યુવાન કાર્યકરોને તક મળવાથી ભાજપ પક્ષ મજબૂત થશે. આથી પ્રદેશ અધ્યક્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ માટેના નિયમ બનાવ્યા તે સારા છે. પક્ષ ટીકિટ આપે કે ના આપે પણ વફાદારી નિભાવીશું અને પક્ષ માટે જ કામ કરીશું તેમ ગાંધીનગર જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્યોએ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ટિકિટ માટે નિયમો બનાવ્યા છે. જેમાં 60 વર્ષથી મોટી ઉંમરના કાર્યકરોને ટિકિટ નહી મળે, 3 ટર્મથી ચૂંટાયેલા કાર્યકરો તેમજ ભાઇ ભાડું વાદને નાબૂદ કરવા સગાને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીના આ નિર્ણય અંગે પક્ષના નિશાન ઉપર ચૂંટાઇને આવેલા ગાંધીનગર જિલ્લા પંચાયતના સદસ્યોને પૂછતા જણાવ્યું કે, પક્ષના પ્રદેશ અધ્યક્ષના નિર્ણયથી પાયાના કાર્યકરો અને યુવાનોને લાભ થશે. જેનાથી પાયાના કાર્યકરો ચૂંટણી સહિતની તમામ કામગીરીમાં ખંતથી, દિલથી અને ઉત્સાહથી કરવાથી પક્ષ મજબૂત બનશે. નવા- નવા કાર્યકરોને તક મળવાથી ઉપરાંત મતદારોમાં જે પરિવારવાદ, ભાઇભાંડુવાદની છાપ જોવા નહીં મળે.

જેનાથી યુવાનોમાં પક્ષ પ્રત્યેની લગાવ થતાં વધુને વધુ યુવાનો તેમાં જોડાશે તેવો મત સદસ્યોએ આપ્યો હતો. જોકે જિલ્લા પંચાયતના વર્તમાન પૂર્ણ થયેલી ટર્મમાં ભાજપના સદસ્યોમાં પ્રથમ અને બીજી ટર્મવાળા હોવાનું સદસ્યોએ જણાવ્યું છે.

ટિકિટ નહીં તો પણ પક્ષને વફાદાર રહીશું, વડીલોની લાગણી
પક્ષના પ્રદેશ અધ્યક્ષે ટીકિટને લઇને નિયત કરેલા માપદંડનો નિર્ણય સારો જ છે. મારી ઉંમર 70 વર્ષની થઇ હોવાથી મેં મારા દિકરાની વહુ માટે ટીકિટની માંગણી કરી છે. ટીકિટ નહીં આપે તેમ છતાં પક્ષને જ વફાદાર રહીને પક્ષને જીતાડવા માટે મહેનત કરીશું. 2 ટર્મથી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે સેવા આપી છે. હવે પક્ષ જે નિર્ણય લીધો તેનાથી પક્ષ વધુ મજબૂત બનશે તેમ ગાંધીનગર જિલ્લા પંચાયતની હરખજીના મુવાડાની સીટના સદસ્ય અમરસિંહભાઇ ચૌહાણે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો