PMને પત્ર:આંદોલનના શહીદોના કુટુંબીને સરકારી નોકરી આપો : SPG

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધ્યક્ષ લાલજી પટેલે PMને પત્ર લખ્યો
  • સરકારે આપેલા વચનો પૂરાં કરવા જણાવ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન વખતના મુદ્દાઓના ઉકેલની માગણી એસપીજી દ્વારા ઉઠાવવામાં આવી છે. આ મામલે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સરકારે આપેલા વચન પૂરાં કરવા જણાવ્યું છે.

લાલજી પટેલે પત્રમાં લખ્યું છે કે, વર્ષ 2015માં પાટીદાર સમાજ અનામતની માગ સાથે આંદોલનના રસ્તે બહાર આવ્યો હતો. આ માગ સમગ્ર ગુજરાતમાં ફેલાતા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ઇડબલ્યુએસ અનામતનું બંધારણ સુધારણા બિલ પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ 2015થી અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણ મુખ્યમંત્રી અને ત્રણ ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાયા અને તેમના માર્ગદર્શનમાં સરકારના ઉચ્ચકક્ષાના મંત્રીઓ દ્વારા મુખ્ય ત્રણ મુદ્દા-આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારના સભ્યને સરકારી નોકરી આપવી, આંદોલનકારીઓ પર થયેલા તમામ કેસો પાછા ખેંચવા અને આંદોલનમાં શહીદ થયેલા અને ઘાયલ થયેલા વ્યક્તિના પરિવારને આર્થિક મદદ કરવા અંગે ધાર્મિક સંસ્થાના આગેવાનો અને ઉદ્યોગપતિઓની હાજરીમાં મીટિંગ કરવામાં આવી હતી. સરકારે આજ દિન સુધી આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી નથી.

અન્ય સમાચારો પણ છે...