બાળકોની ‘મૂછાળી મા’નું સન્માન:ગિજુભાઇ બધેકાનો જન્મદિન બાળવાર્તા દિન તરીકે ઉજવાશે; સરકારની જાહેરાત, ભાવનગરમાં પ્રથમ ઉજવણી

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગિજુભાઈ બધેકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગિજુભાઈ બધેકા - ફાઇલ તસવીર

પ્રસિદ્ધ કેળવણીકાર અને બાળકોની મૂછાળી મા તરીકે ઓળખાતા સાહિત્યકાર ગિજુભાઇ બધેકાના જન્મદિવસ 15 નવેમ્બરને બાળવાર્તા દિન તરીકે ઉજવવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. સોમવારે ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં પ્રથમ કાર્યક્રમ યોજાશે, જેમાં હાસ્ય કલાકાર સાંઇરામ દવે બાળવાર્તાઓ રજૂ કરશે.

સાંઈરામ દવે અને દક્ષિણામૂર્તિ વિદ્યાલયના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને ધ્યાને લઇને રાજ્ય સરકારે બધેકાના જન્મદિનને બાળવાર્તા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું હોવાનું વાઘાણીએ જણાવ્યું હતું.

ગિજુભાઇએ ભાવનગરની ધરતી અને દક્ષિણામૂર્તિથી બાળમાનસને કેળવવાના વિચારનો પાયો નાખ્યો હતો. સો વર્ષ પહેલાં બાળગીતો-વાર્તાઓ દ્વારા બાળકોના ઘડતરની જે વાત ગિજુભાઈ બધેકાએ કરી હતી તેને નવી શિક્ષણ નીતિમાં પણ સામેલ કરાઇ છે.આગામી 15 મી નવેમ્બરે સવારે 7-30 થી 9 વાગ્યા દરમિયાન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આ કાર્યક્રમમાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...