તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:પાટનગરમાં 12 હજાર ચોરસ મીટરમાં 3 હજાર રોપા વાવી કુદરતી ઓક્સિજન મેળવતી GIDM સંસ્થા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણને બચાવવા ગાંધીનગર ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજનેન્ટે ખરા અર્થમાં ડિઝાસ્ટરની ભૂમિકા નિભાવી
  • પાણીની સાથે સાથે રોપાઓને ઉધઇથી બચાવવા માટે તેની દવા પણ ડિપઇરીગેશન પધ્ધતિથી જ આપવામાં આવે છે

વિકાસના નામે વૃક્ષોના આડેધડ કટીંગની વચ્ચે ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની 12 હજાર ચોરસ મીટરમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ હજાર વૃક્ષો ઉછેરીને કુદરી ઓક્સિજનનો લાભ લઇ રહ્યા છે. વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા માટે પર્યાવરણ બચાવવાનો એકમાત્ર ઉપાય રહ્યો છે. ત્યારે સંસ્થાએ ખરા અર્થમાં પર્યાવરણને બચાવવા ડિઝાસ્ટરની ભૂમિકા ભજવી હોય તેમ વૃક્ષારોપણ પરથી લાગી રહ્યું છે. ગાંધીનગરને મળેલું એશિયાનું પ્રથમ ગ્રીનસીટીનું બિરૂદ ઇતિહાસ બની ગયો છે.

આવી સ્થિતિમાં પણ પર્યાવરણને બચાવવા ખરા અર્થમાં વૃક્ષારોપણ કરીને ડિઝાસ્ટરની ભૂમિકા ગાંધીનગર ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજનેન્ટે નિભાવી છે. પોતાને મળેલી 12 હજાર ચોરસ મીટર ખુલ્લી જગ્યાને ત્રણ જ વર્ષમાં કુદરતી ઓક્સિજન ઉત્પન્ન કરતી 3000 વૃક્ષો ઉછેરીને હરીયાળી ઉભી કરી છે. ત્રણ વર્ષ પહેલાં સંસ્થાના ડાયરેક્ટર પી.કે.તનેજાએ સંસ્થાના કેમ્પસને હરીયાળીમાં ફેરવવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેને સંસ્થાના ડો.સંજય જોશી અને મેનેજર જયસિંહ ચૌહાણ સહિત સ્ટાફ તેમજ ફોરેસ્ટ વિભાગના સહયોગથી ર 12 હજાર મીટર ખુલ્લા વિસ્તારમાં 3000 રોપાની વાવણી કરી હતી.

કેમ્પસમાં રોપાની વાવણી કર્યા બાદ તેનો યોગ્ય રીતે વિકાસ થાય તેની પણ કાળજી રખાઈ છે. તેમાં બે રોપા વચ્ચે બે મીટરનું અંતર છે. ઉપરાંત રોપાની કાળજી માટે પાંચ કર્મચારીઓને રખાયા છે. વધુમાં જે રોપો સુકાઇ જાય ત્યાં અન્ય બીજો રોપાની વાવણી કરીને ઉછેરવાનું પણ ખાસ આયોજન કરાયું છે. રોપાની રોપણી કર્યા બાદ પાઇપથી રોપાની મૂળમાં જરૂરી પોષકતત્વો યુક્ત સેન્દ્રિય ખાતર અને દવા નાંખવામાં આવે છે. તેમ સંસ્થાના મેનેજર જયસિંહ ચૌહાણે જણાવ્યું છે.

મીયાવાકી ,CRA પ્રથાથી કુલ 28 રોપા વવાયા
સંસ્થાના 12 હજાર ચોરસ મીટર કેમ્પસને હરીયાળું કરવા માટે કુલ 60 લાઇનમાં વિવિધ ફળ, ફુલ તેમજ વૃક્ષના 28 રોપાની વાવણી કરવામાં આવી છે. તેમાં મીયાવાકી અને સીઆરએ ટેકનિકની મદદથી રોપાની વાવણી કરીને ઉછેરવામાં આવ્યા છે. રોપાઓમાં તાબેબુઆ, શિરીષા, કૈલાસપતી, લીમડો, કંચનાર, પેલ્ટાફોર્મ, ગરમાળો, સરગવો, મીલેટીયા, મહુડો, બિગનોનિયા, બોરસલ્લી, પીપળો, સાગ, કાશીદ, જાંબુ, ચંપો, નીલગીરી, આસોપાલવ, સેવન, રાયણ, અરડુસી, ઉમરો, વડ, સપ્તપર્ણી, આમળા સહિતના પ્રજાતિના રોપાની વાવણી કરી છે. ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ગત વર્ષ-2019માં પોતાના 12 હજાર ચોરસ મીટર કેમ્પસને 3000 રોપાથી હાલમાં હરીયાળું બનાવીને કોંક્રિટના જંગલને લપડાક મારી છે. ત્યારે આ કુદરતી ઓક્સિજન ઉત્પન્ન કરતી હરીયાળી ફેક્ટરી ઉપર અનેક અબોલ પક્ષીઓના આશીયાનાનું સ્થાન બની રહ્યું છે.જેને માણવાનો હાલમાં અનેક લોકો લાભ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...