આસ્થા:લવારપુર ગામમાં પુત્રના જન્મ નિમિત્તે દશેરાએ નીકળતા ઘડુલીયાનો ભાવિકોમાં અનેરો મહિમા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લવારપુર ગામના તોતળી માતાજીના મંદિરમાં ઘડુલીયા મૂકાયા. - Divya Bhaskar
લવારપુર ગામના તોતળી માતાજીના મંદિરમાં ઘડુલીયા મૂકાયા.
  • ગામમાં ટોડાના તોતળી માતાજીનું મંદિર 700 ઘડુલીયાની રોશની ઝળહળી ઉઠ્યું હતું
  • દશેરાના દિવસે સમગ્ર ગામની લાઇટો બંધ કરી દેવાય છે: દિવાની રોશની વચ્ચે ઉજવણી

લવારપુુરમાં કોઇપણ પરિવારમાં પુત્રના જન્મ નિમિત્તે દશેરાના દિવસે ગામમાં ટોડાના તોતળી માતાનો ઘડુલિયો કાઢવાનો પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જોકે આસો સુદ એકમથી તિથિ મુજબ નહી પરંતુ દિવસ મુજબ દશેરાની ગણતરી કરવામાં આવે છે. આથી ગત શનિવારે ગામમાં ટોડાના તોતળી માતાજીનું મંદિર 700 ઘડુલિયાની રોશની ઝળહળી ઉઠ્યું હતુ. નવરાત્રીમાં લવારપુુર ગામમાં આવેલા ગામ ટોડાની માતાજીના મંદિરની પણ કેટલાંક બાધા કે માનતા હોય છે. તેમાં આ ગામમાં માતાજીના ઘડુવીયા કાઢવાનો રિવાજ છે.

લવારપુર ગામમાં વર્ષો પહેલાં સાત ભાઇઓ આવીને વસ્યા હતા. ત્યારબાદ જરૂરીયાત મુજબ અલગ અલગ જ્ઞાતિ અને સમાજના લોકોને ગામમાં વસવાટ કરાવતા ગયા તેના આધારે લવારપુર ગામ બન્યું હોવાનું ગામના અમીતભાઇ પટેલે જણાવ્યું છે. વધુમાં જણાવ્યું છે કે ગામમાં ગામ ટોડાની માતાજી તોતળી માતાજીને બેસાડવામાં આવ્યા છે. ગામના રિવાજ ગામના દરેક પરિવારમાં દિકરાના જન્મ નિમિત્તે દશેરાના દિવસે માતાજીનો ઘડુલિયો કાઢવાની વર્ષોની પરંપરા હાલમાં પણ ચાલુ છે.

પુત્રના જન્મ ઉપરાંત ગામના દરેક સમાજના લોકો પોતાની બાધા કે માનતાના પણ ઘડુલીયા દશેરાના દિવસે કાઢતા હોય છે. દશેરાના દિવસે તોતળી માતાજીની આરતીની ઉછામણી કરવામાં આવે છે. તેમાં બોલી ચારથી પાંચ લાખ સુધી જાય છે. જોકે હાલમાં ગામના લોકો બાધા માનતાના ઘડુલીયા એક, ત્રણ, પાંચ, સાત અને દશેરાના દિવસે ઘડુલિયા કાઢતા હોય છે. આ રીતે આ ગામમાં કોઇપણ પરિવારમાં પુત્રના જન્મ નિમિત્તે દશેરાના દિવસે ગામમાં ટોડાના તોતળી માતાનો ઘડુલિયો કાઢવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...