તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી:કોરોના વાઇરસના નવા સ્ટ્રેનનાં લક્ષણો અંગે 'જીનોમ સ્ટડી' કરાશે, UKથી આવેલાં CM રૂપાણીનાં પુત્રી અને જમાઈએ RT-PCR ટેસ્ટ કરાવ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી 1148 મુસાફર વિદેશથી ગુજરાત આવ્યા હતા, જેમાં 11 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ હતા

કોરોનાના નવા પ્રકારના સ્ટ્રેનને લીધે સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. યુકે, યુરોપના દેશોમાં આ નવા પ્રકારનો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે, જેને કારણે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. યુકે, યુરોપના દેશોમાંથી ગુજરાત આવેલા કુલ 1720 મુસાફરના આરટી-પીસીઆર ટેસ્ટ કરાયા છે, જે પૈકી 11 મુસાફરના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પુત્રી રાધિકા અને જમાઈ નિમિત્ત ઉપરાંત પૌત્ર શૌર્ય પણ યુકેથી ગુજરાત આવ્યાં છે, ત્યારે તેમણે પણ ગાઇડલાઇન્સ મુજબ, ટેસ્ટ કરાવ્યાં હતાં. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મુખ્યમંત્રીના પરિવારે પણ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડયું હતું.

દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે
ગુજરાતમાં જ યુકે, યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોને શોધીને ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યુકે, યુરોપના દેશોમાંથી 572 મુસાફર આવ્યા હતા, એ પેકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી 1148 મુસાફર આ દેશોમાંથી ગુજરાત આવ્યા હતા, જેમાં 11 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. અમદાવાદમાં 4, વડોદરામાં 2, આણંદમાં 2, ભરૂચમાં 2 અને વલસાડમાં 1 વ્યક્તિના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ બધાય દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

10 દિવસના અંતે સેમ્પલના રિપોર્ટ આવશે
આ તમામ દર્દીઓમાં કોરોનાના વાઇરસના નવા સ્ટ્રેઇનનાં લક્ષણો છે કે કેમ એ અંગેની સંપૂર્ણ તપાસ માટે સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી ઉપરાંત ગુજરાત બાયોલોજિકલ રિસર્ચ સેન્ટરમાં મોકલાયાં છે. 10 દિવસના અંતે સેમ્પલના રિપોર્ટ આવશે. રિપોર્ટ આવ્યા બાદ સારવારની વ્યવસ્થાને લઇને સરકાર વધુ તકેદારી લેશે. આમ, યુકે, યુરોપના દેશોમાં કોરોના વાઇરસના નવા પ્રકારના સ્ટ્રેન દેખા દેતાં ગુજરાત સરકાર સજાગ બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો