તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gehlot Will Play An Important Role In Appointing The Gujarat Congress In charge; The Names Of Avinash Pandey, Mohan Prakash And Raghuveer Meena In The Discussion

નિમણૂક:ગુજરાત કોંગ્રેસના પ્રભારી નીમવામાં ગેહલોતની ભૂમિકા મહત્ત્વની રહેશે; અવિનાશ પાંડે, મોહન પ્રકાશ અને રઘુવીર મીણાના નામ ચર્ચામાં

જયપુર, ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં 1 વર્ષ બાદ યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ તેના સંગઠનને ફરી મજબૂત કરવામાં લાગી ગઈ છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

રાજીવ સાતવના નિધન બાદ ગુજરાતના પ્રભારીનું પદ ખાલી છે. સુત્રોના મતે ગેહલોત ગુજરાતનાં રાજકીય ગણિતના જાણકાર છે. તેથી ગુજરાતમાં નવા પ્રભારી અશોક ગેહલોતની પસંદગીના હોઈ શકે છે. આ યાદીમાં પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ મોહન પ્રકાશ, રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચૂકેલા અવિનાશ પાંડે અને એઆઈસીસીના સભ્ય રઘુવીર મીણાનું નામ મોખરે હોવાની ચર્ચા છે. આ ત્રણેય નેતા ગેહલોતના નજીકના છે જેમાંથી મોહન પ્રકાશ અને રઘુવીર મીણા તો રાજસ્થાનના જ છે.

ગેહલોતની ભૂમિકા મહત્ત્વની કેમ?
2017ની વિધાનસભા ચૂંટણીમાં ગેહલોત ગુજરાતના પ્રભારી હતા અને તેની અસર ચૂંટણી પરિણામો પર પણ જોવા મળી હતી. 2012ની ચૂંટણીની સરખામણીએ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે વધુ બેઠકો મેળવી હતી. ચૂંટણી પહેલાં સંગઠનાત્મક રીતે કોંગ્રેસ સાવ નબળી પડી ગયેલી હેવા છતાં ત્યારે કોંગ્રેસના વોટશેરમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...