તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં રાજકોટનો સફેદ વાઘ:બ્લુ આંખ-ગુલાબી નાક ધરાવતા ગોદાવરી અને ગૌતમ ઇન્દ્રોડા પાર્કમાં આવ્યા, વાઘની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલયથી લાવવામાં આવી

ગાંધીનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સફેદ વાઘની જોડીને 3 થી 6 અઠવાડિયા માટે કોરોન્ટાઇન કરવામાં આવ્યાં

રાજકોટના ઝૂમાંથી ગાંધીનગર ખાતેના ઇન્દ્રોડા પાર્કમાં સફેદ વાઘની જોડીને લાવવામાં આવી છે. રાજ્યના પાટનગરના જ માર્ગ ઉપર આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કમાં વાઘ નહીં હોવાથી મુલાકાતીઓમાં થોડી નિરાશા સાંપડતી હતી.

આંખોની રેટીનાનો કલર વાદળી
ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા નેચર પાર્કમાં સફેદ વાઘની જોડી લાવતા અબાલવૃદ્ધ સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જોકે રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાંથી એક સપ્તાહ અગાઉ સફેદ વાઘની જોડીને ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવી હતી. ગૌતમ અને ગોદાવરી સફેદ વાઘની જોડીને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી રાત્રીના સમયે લાવવામાં આવી હોવાનું રાજ્યના પ્રાણી સંગ્રહાલય વિભાગના અધિકારીએ જણાવ્યું છે. ઇન્દ્રોડા પાર્કમાં અગાઉ સિંહની જોડી લાવવામાં આવી છે. સફેદ વાઘ અને વાઘણનો દરરોજનો 5થી 6 કિલો માંસનો ખોરાક છે. સફેદ વાઘની આંખોના રેટીનાનો કલર વાદળી કલરનો હોવાથી આંખો વાદળી હોય છે.

3થી 6 અઠવાડિયાં ક્વોરન્ટાઇન રખાશે
​​​​​​​વાઘ અને વાઘણનો જન્મ રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં જ થયો હોવાથી તેમને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં લાવવામાં આવ્યા છે. આથી વાતાવરણ, પાણી, ઘર સહિતમાં આવેલા પરિવર્તનને લીધે વાઘની જોડીને 3થી 6 સપ્તાહ સુધી ક્વોરન્ટાઇન રખાશે. તે દરમિયાન એનિમલ કીપર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવશે.

રાજકોટમાં બ્રિડિંગ સારું થતા પાંચ વર્ષમાં નવ સફેદ વાઘનો જન્મ થયો
​​​​​​​
રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં વર્ષ 2015માં એક નર અને માદા સફેદ વાઘ લાવવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટનું વાતાવરણ માફક આવતાં બ્રિડિંગ સારું થતા પાંચ વર્ષમાં નવ સફેદ વાઘનો જન્મ થયો હતો. વન્ય પ્રાણીઓનું ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે. પરંતુ પ્રાણીઓનું આદાન-પ્રદાન કરવા પર કોઈ પાબંદી નથી. ભારતમાં વાઈટ ટાઈગર હલબીનો ટાઇગર તરીકે ઓળખાય છે. સફેદ વાઘના જુદી જુદી જગ્યાએ બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બધી જગ્યાએ બ્રિડિંગ મોકલાયું હતું. જ્યારે આ તેના વંશજ રાજકોટ બાદ ઈન્દ્રોડા પાર્કમાં જોવા મળશે.

રાજકોટ ઝૂમાંથી અગાઉ કાંકરિયામાં સફેદ વાઘ આપવામાં આવ્યો હતો
જેને અનુલક્ષીને રાજકોટના પ્રાણીસંગ્રહાલય દ્વારા ગાંધીનગર ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગોદાવરી અને ગૌતમ નામની સફેદ વાઘની જોડી આપવાની તૈયારીઓ દર્શાવામાં આવી હતી. ભૂતકાળમાં પ્રકૃતિ ઉદ્યાન સિંહ અને સિંહણ રાજકોટ તેમજ જૂનાગઢ ખાતેથી લાવવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટ ઝૂમાંથી અગાઉ કાંકરિયા અને પંજાબ તેમજ પુના પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ આપવામાં આવ્યા હતા.

સફેદ વાઘને મિશ્ર કલરની આંખ હોય છે
આ અંગે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના સૂત્રોએ જણાવ્યું હતું કે સફેદ વાઘ ટેકનિકલી ચીનચિલ્લા અલબીની સ્ટીક તરીકે જાણીતા છે. જે જંગલી જાતિમાં ભાગ્યે જ જોવા મળે છે. સફેદ વાઘને મિશ્ર કલરની આંખ હોય છે. 19મી સદીના પ્રારંભમાં સફેદ વાઘનું સૌપ્રથમ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે સફેદ વાઘમાં બંને માબાપમાં જીન મળી આવે ત્યારે તેની ઉત્પત્તિ થાય છે. સફેદ વાઘને સફેદ રંગના સાથે તેઓની બ્લુ આંખ અને ગુલાબી નાક હોવાના લીધે પણ આગવું આકર્ષણ ધરાવે છે.

ખાસ તાલીમ પામેલા કેર ટેકરને જ પાંજરા પાસે જવાની પરવાનગી છે
ગત તારીખ બીજી એપ્રિલના રોજ ગોદાવરી અને ગૌતમ સફેદ વાઘની જોડીને ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક લઈ આવવામાં આવી છે. હાલમાં પ્રોટોકોલ મુજબ બન્નેને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. બન્ને માટે ઇન્દ્રોડા પાર્ક નવું ઘર હોવાના કારણે તેમને 3 થી 6 અઠવાડીયા સુધી કોરોન્ટાઇન રાખવામાં આવશે. આ દરમિયાન સફેદ વાઘની જોડીની નાનામાં નાની એક્ટિવિટી તેમજ ખોરાકનું મોનીટરીંગ કરવામાં આવશે. પ્રોટોકોલ મુજબ હાલમાં બન્નેના પાંજરા તરફ ઇન્દ્રોડા પાર્કના કર્મચારીઓને પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તેમનો કોરોન્ટાઇન પિરિયડ દરમિયાન માત્ર ખાસ તાલીમ પામેલા કેર ટેકરને જ પાંજરા પાસે જવાની પરવાનગી છે. 3 થી 6 અઠવાડિયાનો કોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થયાં પછી પ્રકૃતિ પ્રેમીઓ તેમને નિહાળી શક્શે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો