નાણા માગ્યા:ગઠિયાએ કમિશનરના નામે નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોટ્સઅપ ડીપીમાં કમિશનરનો ફોટો રાખી ઓળખીતા પાસે નાણા માગ્યા

સાઇબર ગઠિયાઓ બિલાડીના ટોપની જેમ બહાર આવી રહ્યા છે. તાજેતરમાં બીલ ભરવાનુ કહીને બે વૃદ્ધાની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર કમિશનરના નામે નાણાં પડાવવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. અજાણ્યા વ્યક્તિએ પોતાના વોટ્સઅપ ડીપીમાં કમિશનરનો ફોટો મુકી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસે નાણાંની માંગણી કરી હતી. જોકે, ગઠિયાની જાળમાં કોઇ કર્મચારી ફસાયો નથી.

મળતી માહિતી મુજબ હાલમા ગાંધીનગર કમિશ્નર તરીકે સંદીપ સાગલે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમના ફોટા સાથે અજાણ્યા ગઠિયાએ મહાપાલિકામા ફરજ બજાવતા કર્મચારીઓને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. મોબાઇલમા કમિશનરનો વોટ્સઅપ ડીપી રાખી સારી સારી વાતો કરવામા આવતી હતી અને ત્યારબાદ તે કર્મચારી પાસે રુપિયા અને ગીફ્ટની માંગણી કરવામા આવી હતી.

કચેરીમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ પાસે આ પ્રકારે સંદેશ મોકલવામા આવ્યો હતો. પરંતુ ગઠિયાની ઝાળમા એક પણ કર્મચારી ફસાયો ન હતો. ઉલ્લેખનિય છેકે, અગાઉ આ પ્રકારે તત્કાલીન કમિશ્નર ધવલ પટેલનો ફોટો લગાવી નાણાં માગવામા આવતા હતા. આ બાબત પોલીસ મથક સુધી પહોંચી હતી. જ્યારે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરવામા આવી હતી. ત્યારબાદ આ પ્રકારની હરકત ફરીથી કરવામા આવી છે. જોકે, આ બાબતે હજુ સુધી પોલીસ ચોપડે કોઇ નોંધ પડી નથી.

અન્ય સમાચારો પણ છે...