ગાંધીનગરના અડાલજ ખાતે રહેતા ખાનગી કંપનીના નિવૃત વાઈસ પ્રેસિડેન્ટને બૂટ ડીલેવરી ચાર્જ પેટે શીપ રોકેટ કુરિયર કંપનીની લિંક થકી માત્ર 2 રૂપિયા ટ્રાન્સ્ફર કરાવીને ગઠિયાએ 1 લાખ 12 હજાર 500 નો ચૂનો લગાવ્યો હતો. જે અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.
11 નંબરના બુટ સ્ટોકમાં નહીં હોવાથી કુરિયરમાં મોકલી આપવાનું કહ્યું
ગાંધીનગરના અડાલજ સંતોષા નીમલેન્ડ સોસાયટીમાં રહેતા 61 વર્ષીય દિલીપભાઈ ખત્રી હરિયાણાની ખાનગી કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ગત તા. 20 મી ફેબ્રુઆરીના રોજ તેઓએ મોટેરા 4D Square MaII માં આવેલ બાટાના શો રૂમમાંથી બુટ ખરીદ્યા હતા અને પૈસા પણ ચૂકવી દીધા હતા. જો કે, 11 નંબરના બુટ સ્ટોકમાં નહીં હોવાથી ઘરે કુરિયરમાં મોકલી આપવાનું કહેવાયું હતું. બાદમાં બે દિવસ પછી બપોરના સમયે કુડાસણની શીપરોકેટ કુરિયર બ્રાન્ચમાંથી એક કુરીયર બોય તેમના ઘરે ગયો હતો અને કહેવા લાગેલો કે, તમારા બૂટ મારાથી મીસ પ્લેસ થઈ ગયા હોવાથી એકાદ દિવસમાં શોધીને આપી જઇશ.
કયુ.આર કોડ લિંક સાથે મોકલી આપ્યો
આ મામલે દિલીપભાઈએ કુરિયર બોયને ઠપકો પણ આપ્યો હતો. ત્યારે તે કસ્ટમર કેરમાં ફરિયાદ કરવાનું કહીને જતો રહ્યો હતો. આથી દિલીપભાઈએ તેમના મોબાઈલમાં ગુગલમાં શીપ રોકેટ કુરીયરનો નંબર સર્ચ કર્યો હતો. જેનાં ઉપર ફોન કરીને તેમણે કુરીયર બોય વિશેની વિગતે વાત કરી હતી. જેનાં પગલે એક-બે દિવસમાં બુટ આવી જશે કહીને સામા વાળા ઈસમે ડીલીવરી રી શિડયૂલ ચાર્જના રૂ. 2 આપવા નું કહી વોટસઅપ ઉપર કયુ.આર કોડ લિંક સાથે મોકલી આપ્યો હતો.
જે કોડ ઉપર ક્લિક કરતાં જ ગૂગલ- પે ની લિંક ઓપન થઈ હતી. જેમાં દિલીપભાઈએ પીન નંબર નાખતાં જ 2 રૂપિયા કપાઈ ગયા હતા. બાદમાં તેમણે મોબાઇલ ચેક કરતાં તેમાં ઓટોમેટિક costumersupport.apk નામની એપ્લીકેશન ડાઉનલોડ થઇ ગયેલ હતી અને બીજા દિવસે તબક્કાવાર તેમના એકાઉન્ટમાંથી 1 લાખ 12 હજાર 500 ડિબેટ થઈ ગયાનાં મેસેજ આવ્યા હતા. આ મામલે બે વખત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.