તપાસ શરૂ કરાઈ:કોલવડાની આંગણવાડીમાંથી ગેસ સિલિન્ડરની ચોરી, પેથાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર પાસેના કોલવડામાં આવેલી આંગણવાડીમાં આશરે એક સપ્તાહ પહેલા જ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. હજુ આરોપીઓ પકડાયા નથી, તે પહેલા ગામમાં આવેલી વધુ એક આંગણવાડીના તાળા તુટ્યા છે. જેમા રહેલા ગેસ સિલીન્ડરની ચોરી થવા પામી છે. આ બનાવને લઇને પેથાપુર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીનગર શહેર આસપાસમાં આવેલી આંગણવાડીઓમાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. આંગણવાડીના તાળા તોડીને તેમાંથી માત્ર ગેસ સિલીન્ડરને તસ્કરો ચોરી કરવા લાગ્યા છે. ત્યારે કોલવડા ગામની એક આંગણવાડીમા એક સપ્તાહ પહેલા ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જ્યારે આજ ગામમાં વધુ એક આંગણવાડીના તાળા તુટવાનો બનાવ સામે આવ્યો છે.

આંગણવાડી નંબર 6મા કાર્યકર તરીકે નોકરી કરતા દક્ષાબેન જીતેન્દ્રભાઇ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, અમારી આંગણવાડીમા દરવાજા ઉપર સ્ટોપર ઉપર તાળુ મારવામા આવ્યુ હતુ. જેને અજાણ્યા તસ્કરો દરવાજો ખોલી પ્રવેશ્યા હતા, જેમાંથી રસોડામા પડેલો ગેસના 2 બાટલા જોવા મળ્યા ન હતા. જ્યારે બાકીનો સામાન જૈસે થે સ્થિતિમા જોવા મળ્યો હતો. પેથાપુર પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...