ધમાસણમા આવેલી ગેસ એજન્સીના માલિક પાસે ગ્રાહક સુરક્ષા અધિકારીની ઓળખ આપી 45 હજારની લાંચ માગી હતી. બાદમા આ બાબતે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવી હતી.ફરિયાદ બાદ એકાએક આરોપીઓ ભુગર્ભમા ઉતરી ગયા છે. પરંતુ વકીલ મારફતે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામા આવી હતી. કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજીને નામંજૂર કરવામા આવી છે.
પેથાપુર પોલીસ મથકમા ગત 29 જુલાઇ 21ના રોજ વિરલભાઇ રમેશચંન્દ્ર સોલંકી (રહે, સેક્ટર 4બી, ગાંધીનગર)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની બેન સોનલબેન સોલંકીના નામે સોનલ ઇન્ડેન ગેસ એજન્સી છે, એજન્સીની ઓફિસ રાંધેજા ચોકડી પાસે આવેલા કોમ્પ્લેક્ષમાં છે. જ્યારે ગોડાઉન કલોલ માણસા રોડ ઉપર આવેલા ધમાસણમાં આવેલુ છે. ગત 9 ફેબ્રુઆરીના રોજ ગોડાઉન પર જાગૃતિ રમણભાઇ પટેલ (રહે, મારૂતિનંદન ફ્લેટ, રાંધેજા), હિતેશ કાંતિભાઇ પટેલ (રહે, વિજયનગર સોસાયટી, માણસા) અને બાબુ કચરાભાઇ પરમાર (રહે, પલીયડ, કલોલ)ગયા હતા. તેઓએ ગ્રાહક સુરક્ષા અધિકારીની ઓળખ આપી કલેક્ટરના આદેશથી તપાસ કરવા આવ્યા છીએ કહી મામલાને પુરો કરવા માટે 50 હજારની માંગ કરી હતી. તેમજ તમારી એજન્સી સામે 200 ફરિયાદ મળી છે,તેને રફેદફે કરવા રૂપિયાની માગણી કરી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં એસીબીમાં ફરિયાદ કર્યા બાદ પેથાપુર પોલીસ મથકમાં જાગૃતિ પટેલ, હિતેશ પટેલ,બાબુ પરમાર અને રાંધેજાના વિનોદ વિષ્ણુભાઇ પટેલ સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામા આવી હતી.
જેમાં આરોપી જાગૃતિ પટેલ, હિતેશ પટેલ અને બાબુ પરમારે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી મુકી હતી. જે જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી આ રીતે આ કેસમાં ચુકાદો આવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.