તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ:કચરા- પોતું કરવા ગયેલી 15 વર્ષીય કિશોરીનું સેક્ટર 24માંથી અપહરણ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સપ્તાહમાં ત્રીજી ફરિયાદ નોંધાઇ
  • કિશોરી ખાનગી મકાનમાં કચરા પોતુ કરવા માટે ગઇ હતી, તે દરમિયાન સેક્ટર-23માં રહેતો યુવક તેને બોલાવીને કારમાં બેસાડી લઇ ગયો હતો

શહેરના સેક્ટર 24માંથી 15 વર્ષીય કિશોરીનુ અપહરણ કરાયું છે. કિશોરી ખાનગી મકાનમા કચરા પોતુ કરવા ગઇ હતી, તે દરમિયાન સેક્ટર-23માં રહેતો યુવક તેને બોલાવીને કારમાં બેસાડી લઇ ગયો હતો. સેક્ટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સેક્ટર 23મા કડી સ્કૂલ નજીકમા આવેલા છાપરામા રહેતા પરિવાર છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. ત્યારે ગત શનિવાર મોડી રાત્રે પરિવાર સેક્ટર 24મા રહેતા તેમના સાઢુના ઘરે મહેમાનગતિ માણવા ગયા હતા. તે સમયે પરિવારના તમામ સભ્યો માતા પિતા, બે ભાઇ અને બે બહેન પણ સાથે ગયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે જમીને પરિવાર પાછો સેક્ટર 23મા આવવા નિકળ્યો હતો. તે સમયે તેમની 15 વર્ષીય કિશોરી સાઢુની દિકરી સાથે સેક્ટર 24મા ખાનગી મકાનમા કચરા પોતુ કરવા ગઇ હતી, તે સમયે 15 વર્ષીય કિશોરી પણ સાથે ગઇ હતી.

તે સમયે રાત્રિના 10 વાગ્યાના અરસામા સાઢુની દિકરી કચરા પોતુ કરીને પરત આવી હતી. પરંતુ સાથે ગયેલી કિશોરી પરત આવી ન હતી. પરિવારજનોએ 15 વર્ષિય કિશોરી બાબતે પુછતાસ કરતા કહ્યુ હતુ કે, હુ કામ કરી રહી હતી, તે દરમિયાન હુ બહાર જઇને આવુ છુ કહી કિશોરી બહાર નિકળી હતી. તે સમયે સેક્ટર 23 છાપરામા રહેતો મુકેશ ગોદડભાઇ વાઘેલા (મૂળ રહે, પુનાસણ, તા.સિદ્ધપુર, જિ. પાટણ) તેની સફેલ કલરની ઇકો કાર નંબર જીજે 18 બીડી 5178 લઇને આવ્યો હતો અને કિશોરીનો હાથ પકડીને લઇ ગયો હતો.

ત્યારબાદ આખો પરિવાર મુકેશના છાપરા પાસે ગયો હતો, પરંતુ ઘરે જોવા મળ્યો ન હતો. સેક્ટર 21 પોલીસે અપહણરની ફરિયાદ દાખલ કરી ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છેકે, સેક્ટર 21 પોલીસ મથકમા છેલ્લા એક સપ્તાહમા ત્રીજી ફરિયાદ અપહરણની નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...