આજથી નોરતાનો આરંભ:શહેરમાં ફ્લેટ્સમાં ગરબાની રમઝટ જામશે

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના, વરસાદના કારણે શહેરમાં શેરી ગરબાના મોટા આયોજન નહીં થાય: ખેલૈયાઓ નિરાશ

આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે કે જોકે શહેરમાં ક્યાંય પણ કોઈ મોટા ગરબાના આયોજન કરાયા નથી. કોરોનાને પગલે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી થઈ ન હતી. આ વખતે કોરોના હળવો થતાં સરકારે સરકારે 400 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાને મંજૂરી આપી છે. જોકે કોરોનાની સ્થિતિમાં ગાઈડલાઈનનું પાલન અને 400 લોકોનું આયોજન અઘરુ લાગતા શહેરમાં મોટાભાગે ક્યાંય મોટા શેરી ગરબાના આયોજન કરાયા નથી.

શહેરમાં સેક્ટર-7 શિવ-શક્તિ મંદિર, સેક્ટર-17, સેક્ટર-3, 4 સહિતના વિસ્તારોમાં ગરબાના મોટા આયોજન થતા હોય છે પરંતુ હાલની તમામ સ્થળે માત્ર માતાજીની આરતીનું જ આયોજન કરવામાં આવ્યું છે. અનેક સ્થળે કોમન પ્લોટનમાં રહીશો દ્વારા થોડી સંખ્યા સાથે ગરબા રમાશે. જોકે કોઈપણ સ્થળે મોટા ગરબા યોજાશે નહીં. સરકાર દ્વારા પાર્ટીપ્લોટ કે ક્લબમાં ગરબાની મંજૂરી અપાઈ નથી. જેને પગલે આ વખતે સોસાયટીઓમાં અને શેરીએ-શેરીએ નાના-નાના ગરબાના આયોજનો જોવા મળશે.

કોરોના સાથે આ વખતે વરસાદનું વિધ્ન પણ હોવાથી મોટાભાગે આયોજકો દ્વારા મોટા શેરી ગરબાઓનું આયોજન માંડી વાળ્યું છે. શહેરના સે-7 શિવ-શક્તિ મંદિર સહિતના કેટલાક સ્થળે આઠમ-નોમના બે દિવસ ગરબાનું આયોજન કરાય તેવી શક્યતા છે.હાલની તમામ સ્થળે માત્ર માતાજીની આરતીનું જ આયોજન કરવામાં આવ્યું છે. અનેક સ્થળે કોમન પ્લોટનમાં રહીશો દ્વારા થોડી સંખ્યા સાથે ગરબા રમાશે. આ રીતે આ વખતે આયોજન કરાયુ છે.તેથી આ વખતની નોરતા ફીકકી રહેશે.

અન્ય સમાચારો પણ છે...