ગરબા મહોત્સવ:રાંધેજામાં આસો સુદ 14થી ધનતેરસ સુધી વેરાઈ માતાજીના ફૂલોના ગરબા યોજાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરંપરા મુજબ રાત્રિના 10 કલાકે ગામના દરેકે દરેક ચોકમાં તૈયાર કરવામાં આવતા વેરાઈ માતાના ગરબા

ગાંધીનગર જિલ્લાના રાંધેજા ગામમાં આસો સુદ એકમથી દેવદિવાળી સુધી મહાભારત કાળથી અનોખો ગરબા મહોત્સવ ઉજવવામાં આવે છે.

આ અંગે રાંધેજા ગામના સુનિલ. શાહે જણાવ્યુ હતું કે, ‘બુધવારના રોજ આ ગરબા મહોત્સવ કોરોના મહામારીને કારણે ફક્ત ગામના લોકોજ ઉજવી શકશે. આ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ મહાભારત કાળથી થયો હોવાનો પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે.

આસો સુદ 14થી ધનતેરસ સુધી વેરાઈ માતાના ફૂલોનાં ગરબા થાય છે. ગામના લોકો વેરાઈમાતાને ‘ગામદેવી’ તરીકે પૂજે છે. આસોસુદ ચૌદસના દિવસે મહાભારત કાળની પરંપરા અનુસાર રાત્રિના દસના ટકોરે ગામના દરેકે દરેક ચોકમાં વેરાઈ માતાના ગરબા તૈયાર કરવામાં આવે છે. ગરબો અતિશય વજનદાર હોવા છતાં પોતાના માથા પર લઈને ગામનાં ભાઇ-બહેનો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ગરબે ઘૂમે છે.

અનોખો ગરબા મહોત્સવ દરમિયાન આખી રાત લોકો ગરબે ઘૂમીને આ મહોત્સવનો ખૂબ જ આનંદથી લ્હાવો માણે છે. પરોઢિયે લગભગ ચારેક વાગ્યે માતાજીના મંદિરના સાનિધ્યમાં ગરબા લાવવામાં આવે છે. માતાજીનું આ પર્વ આસો સુદ ચૌદશથી આસોવદ તેરસ (ધનતેરસ) સુધી ચાલે છે.’જેને ગામ તેમજ આસપાસના ગામોની જનતા માણવા આવે છે.

આ રીતે ગાંધીનગર જિલ્લાના રાંધેજા ગામમાં પરંપરા અનુસાર દર વર્ષે આસો સુદ એકમથી દેવદિવાળી સુધી અનોખો ગરબા મહોત્સવ ઉજવવામાં આવે છે.જેમાં ગામના લોકો ભારે આનંદ અને ઉત્સાહથી તેમાં ભાગ લઈને મનોરંજન મેળવે છે.

અન્ય સમાચારો પણ છે...