તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar's Vegetable Market Lorries Stand In The Middle Of The Road In The Commercial Complex Area, Demand To Solve The Traffic Problem Created For Years

સમસ્યા:ગાંધીનગરના શાકમાર્કેટ - વાણિજય સંકુલ વિસ્તારમાં લારીઓનો રસ્તા વચ્ચે જ અડીંગો, વર્ષોથી સર્જાતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકલ દોકલ સામે ગુનો દાખલ કરતી પોલીસ આડેધડ ઉભી રહેતી હાટડીઓ સામે નત મસ્તક

ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં રાહદારીઓને અડચણ રૂપ તેમજ નાગરિકોની જિંદગી જોખમાય તેવા એકલ દોકલ લારીઓ, રીક્ષા સહિતના ધંધાદારી તેમજ માસ્કનાં નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કામગીરી કર્યાનો સંતોષ માની લેવામાં આવી રહ્યો હોય છે. પરંતુ સેકટર 24, સેકટર 7 શાક માર્કેટ સહિતના વાણિજય સંકુલ આગળ અડચણ રૂપ અને નાગરિકોની જિંદગી જોખમાય તે રીતે ઉભી રહેતી હાટડીઓ સામે નત મસ્તક થઈ આંખ આડા કાન કરી પોલીસ કોઈ જીવલેણ બનાવ બને તેની રાહ જોઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ગાંધીનગરમાં કોરોના સંક્રમણ સદંતર નહીંવત થઈ ગયું છે. ત્યારે વેપાર ધંધા પણ રાબેતા મુજબ શરૂ થઈ ચૂક્યા છે. પરંતુ કોરોના ગાઈડ લાઈનની કડક અમલવારી નો નિયમ હજી પણ યથાવત છે. આગામી સમયમાં આવનારી સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્ર સજ્જ થઈ રહ્યું છે.

ત્યારે નાગરિકો સહિતના નાના મોટા ધંધાદારીઓ કોરોનાને ભૂલીને ભૂતકાળમાં કરેલી ભૂલોનું જ અનુકરણ કરી રહ્યા છે. જેની કિંમત ઘણા નાગરિકોને જીવ ગુમાવી ને ચૂકવવી પડી હતી. તેમ છતાં ગાંધીનગરના માર્કેટની ભીડ કોરોનાની ત્રીજી લહેર ને આમંત્રણ આપી રહી હોય તેવું દેખાઈ રહી છું.

બીજી તરફ પોલીસ કોરોનાના નિયમો તેમજ રાહદારીઓને અડચણ રૂપ તેમજ નાગરિકોના જીવ જોખમાય તે રીતે માર્ગો પર ઊભા રહેતા એકલ દોકલ રીક્ષા, નાસ્તાની લારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવી રહ્યો છે. જ્યારે ગાંધીનગરનાં સેકટર 24, સેકટર 7,સેકટર 21 શાક માર્કેટ તેમજ વાણિજય સંકુલો આગળના માર્ગો પર ઉભી રહેતી હાટડીઓ તેમજ વાહનો સામે પોલીસ આંખ આડા કાન કરી મૂક પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહી છે.

ગાંધીનગરનાં સેકટર 24 શાક માર્કેટમાં આખે આખા જાહેર માર્ગની બન્ને દિશામાં નિયમિત રીતે લારીઓની હાટડીઓ ગોઠવાઇ જતી હોવાથી અડધો અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઇ જતો હોય છે. જેનાં કારણે નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

નવાઈની વાત તો એ છે કે અત્રે પોલીસ પણ હાજર હોવા છતાં હાટડીઓ બેરોકટોક રાહદારીઓને નડતર રૂપ તેમજ નાગરિકોના જીવ જોખમાય તે રીતે રોડની બન્ને બાજુ ઉભી રહેતી હોવા છતાં કોઈ દંડાત્મક કાર્યવાહી કે માસ્ક નિયમની અમલવારી કરાવવામાં આવતી નથી. ત્યારે વર્ષોથી માથાના દુઃખાવા સમાન આ સમસ્યાનું જડ મૂળથી નિરાકરણ લાવવામાં આવે તેવી નાગરીકોમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...