તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હે ભગવાન..:ગાંધીનગરના રાચરડાનો હેલ્થ વર્કર જીવન મરણના ઝોંલા ખાતો હતો તેમ છતાં તંત્રએ નોકરીમાં ગેરહાજર રહેવા બદલ ખુલાસો પૂછ્યો

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની તમામ હોસ્પિટલોમાં સારવાર માટે ફર્યા હતા પરંતુ કોઈપણ હોસ્પિટલમાં બેડ ખાલી ન મળ્યો
 • 29મી એપ્રિલે અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન મોત થયુ નોકરીમાં ગેરહાજર રહેવા બદલ ખુલાસો પૂછતાં જિલ્લાના હેલ્થ વર્કરોમાં રોષ વ્યાપ્યો

ગાંધીનગરના રાચરડા પીએચસી સેન્ટરના હેલ્થ વર્કરની કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ અચાનક બીજા દિવસે તબિયત લથડતા અમદાવાદની સેલબી હોસ્પિટલમાં દાખલ થઈ જીવન મરણના ઝોંલા ખાતો હોવા છતાં તેમના જ વિભાગ દ્વારા સ્થિતિની ગંભીરતા જાણ્યા વિના નોટિસ ફટકારીને નોકરીમાં ગેરહાજર રહેવા બદલ ખુલાસો પૂછ્યો હોવાથી જિલ્લાના હેલ્થ વર્કરોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.

ગાંધીનગરના રાચરડા પીએચસી સેન્ટરમાં મલ્ટી પર્પજ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા નિલેશ અમરતલાલ ચૌહાણ ચાંદખેડા ખાતે પરિવાર સાથે રહે છે. જેમના પરિવારમાં પત્ની તેમજ એક 18 વર્ષીય પુત્ર તેમજ સાત વર્ષીય પુત્રી છે. કોરોના વોરિયર્સ તરીકેની ફરજ નિભાવતા નિલેશની તબિયત થોડી નાદુરસ્ત રેહતા તેણે રાચરડા પીએચસી સેન્ટરમાં ગત તારીખ 26મી એપ્રિલે રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે કોરોના નિગેટિવ હોવાનું નિદાન થયું હતું. જોકે તે વખતે સેન્ટર પરથી જરૂરી દવા લઈ પ્રાથમિક સારવાર શરૂ કરી હતી.

તેની સાથોસાથ નિલેશના RT-PCR રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જેમાં 28 તારીખે તે નેગેટીવ હોવાનું પણ નિદાન થયું હતું, પરંતુ ધીમે ધીમે શરીરમાં તકલીફો વધી જતા નિલેશનું અચાનક ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જે અંગે તેના પિતા અમૃતલાલ એ જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ હોસ્પિટલોમાં તેની સારવાર માટે ફર્યા હતા પરંતુ અહીંની કોઈપણ હોસ્પિટલમાં બેડ ખાલી મળ્યો ન હતો. બાદમાં અથાગ પ્રયત્ન અંતે તેને 29મીએ અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તેની તબિયત લથડતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ હોસ્પિટલે નિલેશની અંતિમ વિધિ કોરોના ગાઇડલાઈન મુજબ કરાવી હતી.

ત્યારે હેલ્થ વર્કરોના ચાલતાં સોશિયલ મીડિયા ગ્રુપના કર્મચારીએ જણાવ્યું હતું કે, નિલેશ હોસ્પિટલમાં એડમિટ હતો અને તેના પર અધિકારીએ ફોન કર્યો હતો. પરંતુ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમતા નિલેશે તે વખતે ફોન ઉપાડ્યો ન હતો. જેનું 30મી એપ્રિલે મોત થયું હતું. ત્યારે બીજી તરફ નિલેશ નોકરી પર ગેરહાજર રહેતા સંબધિત અધિકારીએ ખુલાસો કરવા નોટીસ ઇસ્યુ કરી દીધી હતી. ત્યારે આ અંગે મૃતકના પિતાએ જણાવેલ કે, હાલમાં પુત્રનું નિધન થયું હોવાથી એ બાબતે ખાસ કોઈ તપાસ કરી નથી પણ તે ગેરહાજર રહેલો તે બાબતે નોટિસ મળી હોવાની વાત મને જાણવા મળી છે.

ઉલ્લેખનીય છે કે ગ્રાઉન્ડ લેવલે કોરોના વોરિયર તરીકે ફરજ નિભાવતા નિલેશની સ્થિતિ જાણ્યા જોયા વિના વિભાગ દ્વારા નોટિસ ફટકારીને ખુલાસો પૂછવામાં આવતા હાલમાં આરોગ્ય કર્મચારીઓમાં રોષ ફેલાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો