તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધિ:ગાંધીનગરની પારુલ પરમાર ઓલિમ્પિકમાં પેરા બેડમિન્ટન રમનારી દેશની પ્રથમ મહિલા ખેલાડી બનશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલિમ્પિકમાં પહેલીવાર પેરા બેડમિન્ટનનો સમાવેશ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં રમશે

ગાંધીનગરની પેરા બેડમિન્ટનની મહિલા દિવ્યાંગ ખેલાડી અર્જુન એવોર્ડી પારૂલ પરમાર હવે વર્ષ 2021માં જાપાનના ટોકિયો ખાતે યોજાનારી આગામી ઓલિમ્પિકમાં સિંગલ્સમાં રમી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ભારતની પહેલી મહિલા ખેલાડી છે જે ઓલિમ્પિકની પેરા બેડમિન્ટનમાં રમશે. આ સાથે તેઓ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કેટેગરીમાં પણ પહેલીવાર ઓલિમ્પિક રમશે.

ઓલિમ્પિકમાં પેરા બેડમિન્ટન રમનારી દેશની પ્રથમ મહિલા ખેલાડીકોરોનાવાયરસના કારણે ટોક્યો ઓલિમ્પિક એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી . હવે ગેમ્સ 2021માં યોજાશે, પરંતુ ભારતનું લક્ષ્ય 2028ના ઓલિમ્પિક મેડલ ટેલીમાં ટોપ 10માં આવવાનું છે. આ અંતર્ગત રમત મંત્રાલયે વન સ્ટેટ, વન ગેમ્સ માટેની યોજના તૈયાર કરી છે. આ માટે 14 રમતોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરની પારૂલ પરમાર ઓલિમ્પિકમાં પેરા બેડમિન્ટન રમનારી દેશની પહેલી મહિલા ખેલાડી બનશે.

પારૂલ પરમારના જણાવ્યા મુજબ ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા ચાર રમતોના આઠ પેરા ખેલાડીઓને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ ટોપસમાં સામેલ કરવામાં આવ્યા છે પેરા બેડમિન્ટન ખેલાડી તેમની સાથે પંજાબની પલક કોહલી ઉપરાંત ડિસ્ક થ્રોઅર વિનોદકુમાર, પેરા નિશાનેબાજ રૂબીના ફ્રાંસિસ, પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ, ટી-64 હાઇ જંપમાં પ્રવીણ કુમાર વગેરેને ટોપ્સ સ્કીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

જેના પગલે તેઓને હવે ઓલિમ્પિકની તૈયારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ કોચિંગ પૂરું પાડવામાં આવશે જે અંતર્ગત નજીકના દિવસોમાં લખનૌ ખાતે યોજનારા 15 દિવસના કોચિંગ કેમ્પમાં તેઓ સામેલ થયા હતા. જ્યાં તેમને ગૌરવ ખન્ના દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું . તેમના જણાવ્યા મુજબ પહેલીવાર ઓલિમ્પિકમાં પેરા બેડમિન્ટનને એન્ટ્રી મળી છે અને તેમાં ભારત તરફથી પહેલીવાર ઓલિમ્પિકમાં પેરા બેડમિન્ટન રમનાર મહિલા ખેલાડી તેઓ બનશે. આ સાથે પહેલીવાર મહિલા ડબલ્સમાં તેઓ અને પલક કોહલીની જોડી રમશે જ્યારે મિક્સ ડબલ્સમાં તેઓ પંજાબના રાજ કુમાર સાથે જોડી બનાવીને રમશે.

પારૂલ પરમારના જણાવ્યા મુજબ ઓલિમ્પિકમાં રમવા માટે વિશ્વમાં રેંકિંગ ખૂબ અગત્યનું છે અને તેઓ પેરા બેડમિન્ટનની એસએલ-૩ કેટેગરીમાંથી સિંગલ્સ રમે છે જેમાં તેમનો રેંકિંગ છેલ્લા 15 જેટલા વર્ષોથી નબર-1 છે પરંતુ ઓલિમ્પિકમાં તેનાથી એસએલ-૩ કેટેગરીનો સમાવેશ થતો નથી તેથી તેઓ તેનાથી ઊંચી કેટેગરી એસએલ-4માં રમશે જેમાં તેઓનો સામનો તેમનાથી થોડી ઓછી દિવ્યાંગતા ધરાવતા ખેલાડી સાથે થશે. વળી ડબલ્સમાં તેઓ પાંચમો અને મિક્સ ડબલ્સમાં છઠ્ઠો રેંક ધરાવે છે.

ભારત સરકાર દ્વારા જે ખેલાડીઓ એક થી છ નંબરનું રેંકિંગ ધરાવતા હોય તેમનો જ ટોપ્સ સ્કીમમાં સમાવેશ કરવામાં આવે છે જેનો સમગ્ર કોચિંગ અને ઓલિમ્પિક રમવા જવા-આવવા સહિતનો ખર્ચ ભારત સરકાર ઉઠાવે છે. અત્યાર સુધી તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાના ખર્ચે રમવા જતાં હતા પરંતુ ટોપ્સ સ્કીમમાં તેમનો સમાવેશ થવાથી આ લાભ હવે તેમને પ્રાપ્ત થશે અને આ સાથે તેમનું ઓલિમ્પિક રમવાનું સપનું પૂરું થશે.જેનાં ભાગરૂપે હાલમાં તેઓ ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા પણ પહોંચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...