તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ગાંધીનગરની જીવા દોરી સમાન નર્મદા કેનાલ ડેથ સ્પોટ બની, બે દિવસમાં ત્રણ લોકોના જીવ લઇ લીધા

ગાંધીનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે એક અજાણ્યા યુવકની લાશ મળી
 • તારીખ 30 એપ્રિલના રોજ કેનાલમાંથી બે લાશ મળી હતી

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી જીવા દોરી સમાન નર્મદા કેનાલ ડેથ સ્પોટ બની ચુકી છે. છેલ્લા બે દિવસમાં અડાલજની સીમ તેમજ ઝુંડાલ નર્મદા કેનાલમાંથી ત્રણ અજાણ્યા પુરુષોના મૃતદેહો મળી આવતાં અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ત્રણેય મૃતકોના વાલી વારસોને શોધવા કવાયત હાથ ધરી હતી.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી જીવાદોરી સમાન નર્મદા કેનાલ છેલ્લા ઘણા સમયથી ડેથ સ્પોટ બની ચૂકી છે.છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલમા પડતું મૂકી આપઘાત કરી લેનારાઓની સંખ્યા વધી ગઈ છે. નર્મદા કેનાલ ડેથ સ્પોટ બની ગઇ હોવાથી તંત્ર દ્વારા કેનાલ ઉપર સિક્યુરિટી પોઇન્ટ પણ બેસાડી દેવામાં આવ્યો છે પરંતુ કેનાલમાં આપઘાતનો સિલસિલો બંધ થયો નથી. છેલ્લા બે દિવસમાં અડાલજ પોલીસ મથકની હદમાં વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના માથે ત્રણ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યા છે.

જે અન્વયે ગત તારીખ 30 એપ્રિલના 11.45 વાગ્યાના સુમારે ઝુંડાલ નર્મદા કેનાલમાં અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને અજાણ્યા પુરુષની લાશને કેનાલની બહાર કાઢી હતી. આશરે 40થી 44 વર્ષીય અજાણ્યા યુવકની લાશ એકદમ ફોગાઈ ગયેલી વિકૃત હાલતમાં મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની શરૂઆત કરી હતી.

ત્યારે તે જ અરસામાં આશરે 25થી 30 વર્ષીય અજાણ્યા યુવકની પણ લાશ પાણીમાંથી ઉપર આવી ગઈ હતી. મજબૂત બાંધો અને હાસ્ય પાંચ ફૂટ સાત ઇંચની ઊંચાઇ ધરાવતા અજાણ્યા યુવકના ડાબા હાથની આંગળીઓ પર અંગ્રેજીમાં લવ લખેલુ હતુ. જમણા હાથની આંગળી ઉપર ટેટુ ચીતરેલું હતું. ઉકત બન્ને મૃતદેહો અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તેના વાલીવારસોની શોધખોળ કરવા કવાયત શરૂ કરી હતી.

તે દરમિયાન આજે રવિવારના રોજ સવારના સમયે અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આશરે 40થી 45 વર્ષીય અજાણ્યા યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી જે આ અંગે પણ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તેના પણ વાલીવારસોને શોધવા પોલીસે કવાયત હાથ ધરી હતી. ઉપરોક્ત ત્રણેય અંગે તેના વાલીવારસોને અડાલજ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો