તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાથી અક્ષરધામ ખુલ્લું:કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે 9 એપ્રિલથી બંધ રહેલુ ગાંધીનગરનું સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર 12 જુલાઈથી પુન: ખુલ્લુ મુકાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારથી ભાવિક ભક્તો દર્શનની સાથે વોટર શોનો પણ આંનદ માણી શકશે

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે 9 એપ્રિલથી બંધ કરી દેવામાં આવેલ સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિરના દ્વાર તા. 12 મી જુલાઈ સોમવારનાં રોજ રથયાત્રાના પવિત્ર દિવસથી સવારે 10 કલાકથી સાંજના 7.30 કલાક સુધી ખુલ્લા કરી દેવામાં આવશે. સોમવારથી ભાવિક ભક્તો દર્શનની સાથે વોટર શોનો પણ આંનદ માણી શકશે.

કોરોનાની મહામારીના પગલે સરકારનાં આદેશ મુજબ રાજ્યભરના નાના મોટા મંદિરો દર્શનાર્થી ઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જે અન્વયે ગાંધીનગરનું સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પણ ગત તા. 9 એપ્રિલથી જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. સમય જતાં કોરોનાનું સંક્રમણ ઘટવા લાગતા સરકારની ગાઈડ લાઈન મુજબ મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.

જેનાં પગલે ગાંધીનગરનાં વાસણીયા મહાદેવ, ધોળેશ્વર મહાદેવ, ગાયત્રી મંદિર, ડભોડા હનુમાન મંદિર સહિતના મંદિરો કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે ખોલી દેવામાં આવ્યા હતા. પરંતું સુપ્રસિદ્ધ અક્ષર ધામ મંદિરનાં દ્વાર બંધ રાખવાનો મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે અષાઢી બીજને સોમવારના રોજ રથયાત્રાના નાં પાવન દિનથી અક્ષરધામ મંદિર પણ ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.

આ અંગે મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે અષાઢી બીજથી દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તો અક્ષરધામની ભવ્ય સાંસ્કૃતિક પરિસરના દર્શન હવેથી કરી શકશે. મંદિર દરરોજ સવારે 10 કલાકથી સાંજના 7.30 કલાક સુધી ખુલ્લુ રહેશે. અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટરશોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. જો કે નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે.

દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે તેમ જ સોશિયલ ડીસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે.

પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનિટાઈઝેશન ફરજીયાત રહેશે. સામાન્ય કરતાં વધુ તાપમાન ધરાવતા તેમજ કોવિડના લક્ષણો ધરાવતા મુલાકાતીઓને પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.ઉપરાંત રથયાત્રાના દિવસે સોમવાર હોવાથી તે દિવસે સોમવારથી અક્ષરધામ શરૂ થશે. તે દિવસ સિવાયના દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...