તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોનાના કેસો વધતાં ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર અક્ષરધામ મંદિર ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
ગાંધીનગર અક્ષરધામ મંદિર ( ફાઈલ ફોટો)
  • અમદાવાદમાં કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં સ્થિતિ વધુ ગંભિર બની છે. સંક્રમણ વધવાથી રાજ્યમાં અનેક ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકારે રાજ્યના 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ પણ લાદી દીધો છે. બીજી બાજુ બાગ બગીચા, જિમ સહિત અનેક જાહેર જગ્યાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરને 9મી એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર પણ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો પણ બંધ રહેશે.

ગાંધીનગરના ખોરજ ગામમાં કોરોનાનો વિસ્ફોટ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરનાં ખોરજ ગામ માં 200 જેટલા લોકો કોરોના પોઝિટિવ હોવાના અહેવાલો મળી રહ્યા છે ખોરજ ગામમાં 70 તેમજ સોસાયટી વિસ્તારમાં 125 જેટલા લોકો કોરોનાનો શિકાર બનતા ગામમાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ગઈકાલે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 39 તેમજ શહેરી વિસ્તારમાં 40 મળીને કુલ 79 કોરોના કેસો મળી આવ્યા છે.

કાલુપુર સ્વામિનારાયણ મંદિર ( ફાઈલ ફોટો)
કાલુપુર સ્વામિનારાયણ મંદિર ( ફાઈલ ફોટો)

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3575 નવા કેસ નોંધાયા છે અને 2217 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સુરત શહેરમાં 8, અમદાવાદમાં 6, સુરત જિલ્લામાં 2, ભાવનગર શહેર, બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વડોદરા શહેરના 1-1 મળી કુલ 22 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 18 હજારને પાર થઈ ગયો છે.

પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવી
રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ રહી હોવાથી અનેક સવાલો ઉભા થયાં હતાં. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં ખૂબજ વધારો થવાથી માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમનરી પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા માહિતી ખાતાની વેબસાઈટ પર મુકવામાં આવશે. તે ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગની એપ્રિલ મહિનામાં લેવાનાર તમામ લેખિત પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો