દહેજ માટે હદ વટાવી:ગાંધીનગરની મહિલા ઈજનેરની જાણ બહાર પતિએ 8 લાખ ઉપાડી લીધા, દહેજ ભૂખ્યા સાસરિયા સામે પરિણીતાએ કાયદાનું શસ્ત્ર છોડ્યું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના પેથાપુર જીઈબી કોલોનીમાં રહેતી GSECLની મહિલા ઈજનેરનાં એકાઉન્ટમાંથી પતિએ બારોબાર રૂ. 8 લાખ ઉપાડી લઈ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરવામાં આવી હતી. તો સોનોગ્રાફીમાં દીકરી હોવાનું માલુમ પડે તો સાસુએ એબોર્શન કરાવી લેવાનું કહી ત્રાસ આપે રાખ્યો હતો. આખરે દહેજ ભૂખ્યા પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ પરિણીતાએ કાયદાનું શસ્ત્ર છોડી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે રહેતા યુવક સાથે મહિલા જુનિયર ઈજનેરનાં લગ્ન વર્ષ 2008માં સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. ત્યારે પિયરથી દાગીના રોકડ રકમ, ફર્નીચર, કપડા, રાસ રચીલું તથા ઘરનો સામાન લઈ પરિણીતા લગ્ન જીવનનાં હક્કો ભોગવવા સાસરીમાં રહેવા ગઈ હતી. લગ્ન પછી પરિણીતા સંયુક્ત પરિવારમાં રહેતી ત્યારે સાસુ ઘરકામ બાબતે હેરાન કરીને ત્રાસ આપી દીકરાની કાન ભંભેરણી કર્યા કરતી હતી. જેથી પતિ અને દિયર દહેજ ઓછું લાવી કહી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.તેમજ પતિએ એ.ટી.એમ કાર્ડ લઈને બારોબાર આઠ લાખ પણ ઉપાડી લીધા હતા. આ બાબતે પરિણીતાએ પૂછતા પતિએ કહેલું કે, તું દહેજમાં કંઈ લાવેલ નથી જેથી મેં તે પૈસા ઉપાડી લીધેલ છે. તો એ સમયે વણાકબોરી નોકરી હોઇ દંપતી ત્યાં રહેતું હતું. ત્યારે પરિણીતા પ્રેગ્નેટ હતી તોય પતિ મારઝૂડ કરી દહેજ માંગતો હતો.આથી પિયરમાંથી દોઢ લાખ લાવીને આપ્યા હતા. છતાં જુનાગઢમાં નોકરાણીની જેમ કરાવી સાસુ કહેતા કે બાપાના ઘરનો સુકો રોટલો પણ ભાળ્યો નથી અને બધુ ખાવુ છે તેમ કહી જમવાનું આપના ન હતા.

આ દરમ્યાન પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. જેનાં પગલે પતિ, સાસુ અને દિયર મહેણાં મારતાં હતા. તેમજ પતિને મુંબઈ નોકરી મળી જતાં પરિણીતાએ નોકરી માંથી રાજીનામું અપાવી દેવડાવ્યૂ હતું. જ્યારે મામા સાસુ સસરા પણ ત્યાં જઈને મહેણાં ટોણાં મારતા હતા. સમય જતાં પરિણીતા બીજી વખત ગર્ભવતી થતાં સાસુ કહેવા લાગેલા કે જુનાગઢમાં સોનોગ્રાફી કરાવી ને દીકરી હોય તો એબોર્શન કરાવી દેવું પડશે. પણ પરિણીતાએ ઘસીને ના પાડી દીધી હતી. એટલે મોટી દીકરી સાથે તેને ઘરેથી કાઢી મુકી હતી. બાદમાં રાજીનામું મંજૂર થયું નહીં હોવાથી તેણીએ ફરીવાર નોકરી જોઈન કરી લીધી હતી. અને તેણીએ બીજી દીકરીને જન્મ આપ્યો હતો. બાદમાં પતિએ સને 2015 માં બંનેના છૂટાછેડા થયા હતા. જો કે પરિણીતાને છૂટાછેડા મંજૂર નહીં હોવાથી હાઈકોર્ટમાં કેસ પેન્ડીંગ છે.આમ ઘણા લાંબા સમયથી પતિએ સમાધાન માટેના કોઈ પ્રયાસો નહીં કરતાં કંટાળીને પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...