તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસજી હાઇવે સિક્સલેનમાં રૂપાંતરિત:ગાંધીનગરને 2 મહિનામાં મળશે વધુ 4 ઓવરબ્રિજ, 20 મિનિટમાં સરખેજ પહોંચાશે

ગાંધીનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરમાં સમાવિષ્ટ 4 ઓવરબ્રિજનું કામ બે મહિનામાં જ પૂર્ણ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
ગાંધીનગરમાં સમાવિષ્ટ 4 ઓવરબ્રિજનું કામ બે મહિનામાં જ પૂર્ણ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
 • કોર્પોરેશનની ચૂંટણી પહેલાં લોકાર્પણની ગણતરી
 • વૈષ્ણોદેવી અને ખોડિયાર બ્રિજ માર્ચના અંત સુધીમાં અને સરગાસણ અને ઇન્ફોસિટી બ્રિજ એપ્રિલના અંત સુધીમાં ખુલ્લા મૂકવાનું આયોજન

ચિલોડાથી સરખેજ સુધીના એસજી હાઇવેને સિક્સલેનમાં રૂપાંતરિત કરવા સાથે તમામ જંક્શન પર ઓવરબ્રિજ બનાવવાના પ્રોજેક્ટમાં ગાંધીનગરમાં સમાવિષ્ટ ચાર ઓવરબ્રિજનું કામ આગામી બે મહિનામાં જ પૂર્ણ કરી દેવાનું આયોજન છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા એસજી હાઇવે પરના ચાર મહત્વના બ્રિજ ખુલ્લા મૂકી દેવામાં આવશે.

ચિલોડાથી અમદાવાદ ઉજાલા સુધીના એસજી હાઇવેને 867 કરોડના ખર્ચે સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનને કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થઇ રહ્યો છે. માર્ચ મહિનાને બદલે હવે જૂન મહિનાના અંત સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટમાં ગાંધીનગરના મહત્વના વિસ્તોરોનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર શહેરમાં સરગાસણ અને ઇન્ફોસિટી ઉપરાંત હાઇવે પર ખોડીયાર અને વૈષ્ણોદેવી ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.

અગાઉ 14મી જાન્યુઆરીએ ઉવારસદ ખાતેના ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી માર્ચના અંત સુધીમાં વૈષ્ણોદેવી અને ખોડીયાર ઓવરબ્રિજ તૈયાર કરી દેવાનું આયોજન છે. જ્યારે ગાંધીનગર શહેરમાંથી પસાર થતા સરગાસણ અને ઇન્ફોસિટીના બ્રિજ એપ્રિલ મહિનાના અંત સુધીમાં ખુલ્લા મૂકી દેવાશે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અમદાવાદ વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપારીઓ અપડાઉન કરે છે ત્યારે એકપણ જંક્શન વિનાના એસજી હાઇવે તૈયાર થઇ ગયા બાદ વાહનચાલકો ગાંધીનગરથી 20 મિનિટમાં સરખેજ પહોંચી શકશે. ગુજરાત સરકારની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ હાઇવેને ટોલ ફ્રીની પણ મંજૂરી આપી હોવાથી ચાલકોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે.આમ આગામી સમયમાં આવી નવી સુવિધા મળવાની આશાથી હાલમાં નગરજનોએ રાહત અનુભવી છે.

મે મહિનામાં ખોરજનો બ્રિજ તૈયાર થશે
ગાંધીનગર અને અમદાવાદને જોડતાં હાઇવે 6-8 મહિનાથી ઓવરબ્રિજ બનવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ કહ્યું કે મે મહિનામાં ખોરજનો ઓવરબ્રિજ પણ તૈયાર થઇ જશે. મહત્ત્વનું છે કે 5 મહિનામાં 6 બ્રિજ તૈયાર થઈ જશે. જાન્યુઆરીમાં ઉવારસના બ્રિજના લોકાર્પણ બાદ એપ્રિલના અંત સુધીમાં વધુ 4 બ્રિજ તૈયાર થશે.આમ આગામી દિવસોમાં શહેરીજનોને નવી સુવિધાનો લાભ મળતો થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો