સ્માર્ટ સીટીના નેમ સાથે સતત 57 વર્ષ પૂર્ણ ક રીને પાટનગર ગાંધીનગર આજે 2જી, ઓગસ્ટથી 58 વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. ગાંધીનગર હવે સેક્ટર પુરતુ સિમિત રહ્યું નથી. તેમાં નવા 18 ગામો ઉમેરાતા સ્માર્ટ સીટીના વિકાસની જવાબદારી વધી છે. અગાઉ માત્ર સરકારી કચેરીઓ અને કર્મચારીઓના નગરની ઓળખ હાલમાં ભુંસાઇ ગઇ છે.
ગત વર્ષ-1971ની તારીખ 2જી, ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇએ રાજ્યના પાટનગરને અમદાવાદથી ગાંધીનગરમાં ખસેડ્યું હતું. પાટનગરના નિર્માણ માટે જીઇબી કોલોની ખાતેની કચેરીમાં પ્રથમ ઇંટ મુકવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગરનો વિકાસ કરવામાં આવ્યો હતો.
તેમાં રાજ્ય અને જિલ્લાકક્ષાની કચેરીઓ બનાવ્યા બાદ એકથી 30 સેક્ટરો બનાવ્યા હતા. ત્યારબાદ સરકારી કચેરીઓના કર્મચારીઓને રહેવા માટે સેક્ટરોમાં મકાનો બનાવ્યા હતા. આથી ગાંધીનગર સેક્ટર-1થી 30 અને કથી જ માર્ગવાળુ બની ગયું હતું. ગાંધીનગરનું નિર્માણ ફ્રેન્ચ આર્કિટેક્ટ લા-કાર્બુઝિયર દ્વારા પંજાબના ચંદીઘટની પેટર્ન મુજબ કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.