તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જળ સંકટ દૂર:સમગ્ર શહેરમાં 365 દિવસ 24x7 પીવાનું પાણી પુરૂં પાડનારૂં દેશનું પ્રથમ શહેર બનશે ગુજરાતનું પાટનગર ગાંધીનગર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • મુખ્યમંત્રીએ રૂ. 229 કરોડની પીવાનું શુદ્ધ પાણી ઘરે-ઘરે પહોચાડતી યોજનાનું ઇ-ખાતમૂર્હત કર્યું

ગુજરાતનું પાટનગર ગાંધીનગર દેશભરમાં સમગ્ર શહેરમાં 365 દિવસ 24x7 પીવાનું શુદ્ધ પાણી ઘરે-ઘરે પહોચાડનારૂં પ્રથમ શહેર બનશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 70મા જન્મદિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની વીડીયો કોન્ફરન્સ દ્વારા પ્રેરક ઉપસ્થિતીમાં આ મહત્વાકાંક્ષી યોજનાનું ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યુ હતું. રૂ. 229 કરોડના ખર્ચે આકાર પામનારી આ યોજનાથી ગાંધીનગરના નાગરિકો પરીવારોને 24 કલાક પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા મળતું થશે.

ગુજરાત માટે ગૌરવશાળી એવા આ પ્રોજેક્ટનું ઇ ખાતમુહૂર્ત માટે ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ યોજનામાં ગાંધીનગરના નાગરિકોની પ્રતિદિન પાણીની જરૂરિયાત 150 લીટર ગણવામાં આવી છે જે પર્યાપ્ત છે. જેમ જેમ વસ્તી વધતી જશે તેમ તેમ પાણીની જરૂરિયાતને પહોંચી વળવાનું પૂરતું આયોજન આ યોજનામાં કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરનો વિકાસ એ આપણું સામૂહિક સ્વપ્ન છે. ગાંધીનગરને આદર્શ મતક્ષેત્ર બનાવવાના સઘળા પ્રયત્નો કરવાની તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ સર્વસ્પર્શી વિકાસનો મંત્ર આપી નવો માર્ગ પ્રશસ્ત કર્યો - અમિતશાહ
અમિત શાહે કહ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે પણ મુખ્યમંત્રીએ વિકાસના કામોને વેગવંત રાખ્યા છે. તેમણે આ માટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને પંચામૃત પર્વ તરીકે ઉજવીને પાંચ વિકાસકામોની ભેટ ધરવા બદલ અમિત શાહે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સર્વસ્પર્શી વિકાસનો મંત્ર આપીને સમગ્ર દેશને નવો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. આજે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના 60 કરોડથી વધારે ગરીબોને સારું જીવન આપવાનો પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સમગ્ર દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું છે.

મુખ્યમંત્રીએ સાડા છ કરોડ ગુજરાતીઓ વતી પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં તેમના નેતૃત્વમાં ભારતમાતા જગત જનની અને વિશ્વ ગુરુ બને એવી મંગલ કામના કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી એ સ્વરાજ્યની સ્થાપના માટે કામ કર્યું હતું, એવી જ રીતે ગુજરાતના બે સપૂતો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહની જોડી સુરાજ્યની સ્થાપના માટે કાર્યરત છે. તેમના નેતૃત્વમાં સરકાર સુશાસન અને ગુડ ગવર્નન્સનું રોલ મોડલ વિશ્વને આપવા પ્રતિબદ્ધ છે.

નલ સે જલનો લક્ષ્યાંક નિર્ધારિત
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજથી પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં એક સમય એવો હતો કે, આપણા ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો છે. પીવાનું પાણી, ખેતીવાડી માટે સિંચાઈનું પાણી કે અન્ય વપરાશ માટેના પાણીના વિવેકપૂર્ણ કરકસરયુક્ત ઉપયોગ અને આદર્શ જળ વ્યવસ્થાપનના પરિણામે ગુજરાત જળ સંચયમાં આદર્શ સાબિત થયું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2024 સુધીમાં સમગ્ર દેશમાં દરેક પરિવારને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવા નલ સે જલનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. પરંતુ ગુજરાતે આગોતરું આયોજન કર્યું છે અને તેના પરિણામે બે વર્ષ વહેલાં એટલે કે વર્ષ 2022 સુધીમાં જ આ લક્ષ્યાંક પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે. આ યોજના સ્માર્ટ સિટીની દિશામાં એક મહત્વનું કદમ છે. દેશભરમાં કેટલાક શહેરી વિસ્તારોમાં અમુક ભાગોમાં 24X7 પીવાના પાણીની યોજનાનો અમલ થયો છે, પરંતુ આખા શહેર માટેની આવી યોજનાનો અમલ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યો છે.

ઘરે ઘરે વોટર મીટર લગાવાશે
ગાંધીનગર મહાનગર સમગ્ર દેશમાં પીવાના પાણીનો ચોવીસે કલાક સપ્લાય આપનારું પહેલું અને એકમાત્ર શહેર બનવાનું છે. આ માટે તેમણે ગાંધીનગરના સૌ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પાણી ના કરકસર યુક્ત અને વિવેક પૂર્ણ ઉપયોગને પ્રેરિત કરવા ગાંધીનગરમાં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવામાં આવશે. ગાંધીનગર શહેરને હાલ દૈનિક 6.5 કરોડ લીટર પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. હવે તેને વધારીને દૈનિક 16 કરોડ લિટર પાણી પૂરું પાડી શકાય એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે.

જળ વ્યવસ્થાપનથી ગુજરાત પાણીદાર રાજ્ય બન્યું - મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કે, કોરોના હારશે અને ગુજરાત જીતશે એવા મંત્ર સાથે ગુજરાતે કોરોના સામે સીધો જંગ છેડયો છે. કોરોનાના આ સમયમાં રોદણાં રોઈને બેસી રહેવાને બદલે ગુજરાતે કોરોનાની સાથે જીવન જીવીને રોજિંદી પ્રવૃત્તિઓ અને વિકાસ કામોને વેગ આપવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાતે કોરોનાના સંક્રમણના આ ચાર મહિનાના સમયગાળામાં સમગ્ર રાજ્યમાં રૂપિયા 7,655 કરોડના કામોના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત કર્યા છે, અને રૂપિયા 2,280 કરોડના કામોના ઈ-લોકાર્પણ કરીને વિકાસની નવી કેડી કંડારી છે. આ રીતે કુલ રૂપિયા 9,935 કરોડના કામોની ઈ-ભેટ ગુજરાતને આપી છે. વધુમાં તેમણે કહ્યું હતુ કે, ગુજરાત માટે હવે જળ સંકટ કે સમસ્યા નહીં પણ શક્તિ બન્યું છે. જળ વ્યવસ્થાપનથી ગુજરાત પાણીદાર રાજ્ય બન્યું છે. આ માટે તેમણે સૌ ગુજરાતીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

દરેક ઘરમાં 24×7 પીવાનું પાણી મળશે
વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા ગાંધીનગરના મહિલા મેયરે સ્વાગત પ્રવચનમાં મહિલા મેયર તરીકે ગાંધીનગરની સર્વે મહિલાઓ તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. ઓછા ફોર્સથી આવતું પાણી, દૂષિત પાણી જેવી સમસ્યાઓ હવે નહીં રહે અને ગાંધીનગરમાં દરેક ઘરમાં 24×7 પીવાનું પાણી મળી રહેશે એ માટે ગાંધીનગરની ગૃહિણીઓ વતીથી આનંદ વ્યક્ત કર્યો હતો. આ ખાતમુહૂર્ત સમારોહમાં ગાંધીનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ પટેલ, ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો