કોંગ્રેસ - ભાજપ વચ્ચે સીધો જંગ ખેલાશે:ગાંધીનગર તાલુકા પંચાયતની આદરજ મોટીની આજે પેટા ચૂંટણી

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદારોને મનાવવા બંને પક્ષની ખાસ નીતિ
  • ભાજપે પુનરાવર્તનનો તો કોંગ્રેસે પરિવર્તનનો દાવો કર્યો

ગાંધીનગરની આદરજમોટી બેઠકની પેટા ચુંટણી આવતીકાલે રવિવારે યોજાશે. જોકે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ હોવાથી પરિવર્તન કે પુનરાવર્તનનો નિર્ણય મતદારો લેશે. જોકે ભાજપે પુનરાવર્તનનો દાવો કર્યો છે. જ્યારે કોંગ્રેસે પરિવર્તનનો સાથે જીતનો દાવો કર્યો છે.

જિલ્લા પંચાયતની ચુંટણીના કારણે ગાંધીનગર તાલુકા પંચાયતની ખાલી પડેલી આદરજ મોટી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જોકે કોંગ્રેસે બેઠક પોતાના હસ્તક કરવા માટે બેઠકના પૂર્વ અને હાલમાં જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યના કુંટુબની વ્યક્તિને જ ટિકીટ આપી છે. જ્યારે ભાજપે સામાન્ય પરિવારની વ્યક્તિને ટિકીટ આપી છે. આ બેઠકની પેટાચુંટણીમાં અપક્ષ કે અન્ય રાજકીય પક્ષે ઉમેદવારો ઉભા નહી રાખતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે. ભાજપ પોતાની બેઠક જાળવી રાખવા માટે ખાસ અલગ પ્રકારની રણનિતી અપનાવી છે.

જ્યારે બીજી તરફ કોંગ્રેસ પણ બેઠક કબજે કરવા માટે પેટા ચુંટણીમાં પરા વિસ્તારમાંથી નહી પરંતુ ગામમાંથી વ્યક્તિને પસંદ કરીને ટિકીટ આપી છે. જ્યારે બેઠક હસ્તક કરવા માટે કોંગ્રેસે પોતાના કમિટેડ મતદારોને પકડી રાખવા ખાસ નિતી અપનાવી છે. ત્યારે મતદારો બેઠક ભાજપની ઝોળીમાં નાંખીને પુનરાવર્તન કરે છે કે કોંગ્રેસની ઝોળીમાં નાંખીને પરિવર્તન કરે છે. તે 5મીએ મતગણતરીમાં સ્પષ્ટ થશે.અને આ બેઠકના વિજેતા જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...