તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બન્ને પક્ષે હથિયાર હેઠે મુક્યા:ગાંધીનગર તાલુકા પંચાયતની કારોબારી સમિતિની લડાઇનો અંત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેને 1 કરોડનાં કામો રદ કર્યાં, સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પરત લીધી

ગાંધીનગર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનની સામે અવિશ્વાસની દરખાસ્તનું ગુંચવાયેલું કોકડું ઉકેલાયું છે. સમિતિના ચેરમેને રૂપિયા 1.05 કરોડના કામો રદ કર્યા. જ્યારે સમિતિના 6 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેતા ઘીના ઠામમાં ઘી પડતા કોંગ્રેસ મોવડી મંડળને હાશકારો થયો છે.

ગાંધીનગર તાલુકા પંચાયતના તાબાના ગામોમાં કોરોનાની મહામારી સબંધિત ગ્રામ્ય વિસ્તારના લોકોને ઉપયોગી આરોગ્ય લક્ષી કામગીરી કરવાને બદલે સત્તા માટે સતત આંતરિક લડાઇ સામે આવી રહી છે. ગાંધીનગર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનની નિમણૂંક થયાને ગણતરીના મહિનાઓ થતાં જ કારોબારી સમિતિના સદસ્યોએ ચેરમેનની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવતા રાજકીય દાવપેચ શરૂ થયા હતા. કારોબારી સમિતિના ચેરમેન સાંભળતા નથી તેમજ મનસ્વી રીતે કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ સમિતિના નવમાંથી 6 સદસ્યોએ કર્યો હતો. આથી સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત સાથે ટીડીઓ અને ડીડીઓને રજૂઆત કરી હતી.

જ્યારે બીજી તરફ જિલ્લા કોંગ્રેસથી લઇને પ્રદેશ કોંગ્રેસ સુધીમાં આ મુદ્દો ચર્ચાએ રહ્યો હતો. આથી ગમે તે ભોગે રાજકીય આ મામલાને શાંત કરવા માટે કોંગ્રેસ પક્ષે કવાયત હાથ ધરી હતી. આથી અવિશ્વાસની દરખાસ્ત લાવનાર સદસ્યોએ ચેરમેને રૂપિયા 1.05 કરોડના વિકાસ કામો રદ કરવાની માંગણી કરી હતી. આથી છેવટે નારાજ સમિતિના સદસ્યોની વાત સાંભળીને ચેરમેનને રૂપિયા 1.05 કરોડના વિકાસ કામો રદ કરવાની લેખિત રજુઆત ટીડીઓને કરી છે. સદસ્યોએ કારોબારી સમિતિના ચેરમેનની વિરૂદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેતા મામલો શાંત પડ્યો છે.

કોંગ્રેસ પ્રભારીને દખલગીરી કરવી પડી
ગાંધીનગર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત લાવનાર સમિતિના 6 સદસ્યોને મનાવવા માટે મોવડી મંડળને દખલગીરી કરવી પડી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મહેન્દ્રસિંહ બારીયા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સૂર્યસિંહ ડાભીની ઉપસ્થિતિમાં નારાજ સદસ્યોને મનાવીને સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા કોંગ્રેસના કાર્યકરો તેમજ સદસ્યોમાં જોવા મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...